દેશના ૭૦૦ રેલ્વે સ્ટેશનોને ફ્રી પબ્લિક વાઈ-ફાઈ સાથે કનેક્ટ કરાયા

0
94

ન્યુ દિલ્હી,તા.૨૩
ભારતીય રેલવે દ્વારા દેશના ૭૦૦ સ્ટેશનને ફ્રી પબ્લિક વાઈફાઈ સાથે કનેક્ટ કરાયા છે જે લગભગ ૮૦ લાખ લોકોને આવરી લેશે આ સર્વિસ માટે ટેક જાયન્ટ ગુગલની મદદ લેવામાં આવી છે. રેલટેલએ સ્ટેશનને વાઈફાઈ સાથે કનેક્ટ કરવા કમર કસી છે યુઝર સ્ટેશન ઉપર ૩૦ મિનિટ અથવા પ્રતિ સેશન ૩પ૦ એમબી સુધી વાઈફાઈનો વપરાશ કરી શકે છે. રેલટેલ મુજબ ફ્રી વાઈફાઈ નેટવર્ક દ્વારા માસિક ડેટા કન્ઝપશન ૭૦૦૦ ટીબી સુધી પહોંચ્યુ છે.
ફ્રી વાઈફાઈની સર્વિસ ૪૦૭ શહેરી રેલવે સ્ટેશન અને ર૯૮ ગ્રામિણ સ્ટેશનને આપવામાં આવી છે જે દેશના ર૭ રાજ્યો અને કેન્દ્ર સાક્ષિત પ્રદેશમાં આવેલા છે. આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસમ, બિહાર, ચંડીગઠ, છત્તીસગઠ, દિલ્હી, ગુજરાત, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, જારખંડ, કર્ણાટક, કેરલા,મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર નાગલેન્ડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તેલંગણા, ત્રીપુરા, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, અને વેસ્ટ બંગાલ ખાતેના સ્ટેશન ઉપર ફ્રી વાઈફાઈની સુવિધા આપવામાં આવી છે.
ડિજિટલ ઈન્ડીયા પ્રોગ્રામના અંતર્ગત આ સર્વિસ જાન્યુઆરી ર૦૧૬માં મુંબઈ સેન્ટ્રલથી શરૂ કરવામાં આવી હતી. તે પછી એક વર્ષમાં ૧૦૦ જેટલા સ્ટેશનનોને આવરી લેવામાં આવ્યા હતાં. રેલવે મંત્રી પિયુષ ગોયેલે જણાવ્યુ કે, રેલવેએ ૬૦૦૦થી વધારે સ્ટેશનનોમાં ફ્રી વાઈફાઈની સુવિધા પુરી પાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY