વેતનમાં વિલંબ : જેટ એરના પાઇલટોની અસહકારની ચીમકી

0
24

મુંબઈ,તા.૭
જેટ એરવેઝના પાઇલટ અને એન્જિનિયર્સને સતત બીજે મહિને પણ વેતન ચૂકવવામાં વિલંબ થતા તેમણે જેટ એરવેઝને ‘અસહકાર’ની લડતની ચીમકી આપી છે. ઉલ્લેખનીય છે કે જેટ એરવેઝ એરલાઇન હાલમાં નાણાકીય તંગીનો સામનો કરી રહી હોવાથી કર્મચારીઓને વેતન ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો છે.
નરેશ ગોયેલે પ્રમોટ કરેલી પ્રાઈવેટ એરલાઈન જેમાં યુએઈ નેશનલ કેરિયર એતિહાદ ૨૪ ટકા હિસ્સો ધરાવે છે. તે પાછલા બે ક્વાર્ટરથી ખોટમાં ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. માર્ચ ક્વાર્ટર દરમિયાન જેટ એરવેઝની રૂ. ૧૦૩૬ કરોડની ખોટ જૂન મહિનામાં રૂ. ૧૩૦૦ કરોડ નોંધવામાં આવી છે.
જેટ એરવેઝના પાઇલટ્‌સે મેનેજમેન્ટ સાથે કરેલી વાટાઘાટોમાં જણાવ્યું છે કે અગાઉથી નોટિસ આપ્યા વગર પગાર રોકવો એ ગંભીર બાબત છે અને મેનેજમેન્ટ એના માટે જવાબદાર છે. નિષ્ફળ ગયેલા વહીવટીતંત્રને દોષ આપતા પાઇલટ્‌સ એસોશિએશને પાઇલટ્‌સ દ્વારા અસહકારની લડત અંગે વહીવટીતંત્રને ચીમકી આપી હતી. જેટ એરવેઝ સંવાદદાતાએ મેનેજમેન્ટ પાઇલટ્‌સ એસોસિયેશન સાથે વેતન ચૂકવવા બાબતે અને સમસ્યાના ઉકેલ અંગે વાટાઘાટ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. અગાઉ જુલાઈ મહિનામાં પણ સમયસર વેતન ચૂકવવામાં જેટ એરવેઝ નિષ્ફળ પુરવાર થઈ હતી. જેટ એરવેઝ દ્વારા જૂનમાં સ્ટાફના પગારમાં પચીસ ટકા કાપ મૂકવા અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પાઇલટ્‌સ યુનિયન, નેશનલ એવિયેટર્સ ગાઈડ અને એન્જિનિયર્સ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
પાઇલટ્‌સ તરફથી જણાવવામાં આવ્યું હતું કે પગાર ચૂકવવામાં વિલંબ થાય તો મેનેજમેન્ટ દ્વારા તેની જાણ અગાઉથી કરવામાં આવે તેવી માંગણી અગાઉ પણ કરવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY