ચીનને ટક્કર આપવા તાઇવાને કમર કસીઃ સૈનિકોને કહ્યુ,તૈયાર થઇ જાવ

0
13

તાઇવાન,તા.૧૦
તાઇવાનની સેનાએ ચીન દ્વારા દ્વિપ પર કબજા જમાવવા માટે સૈન્ય દળનો ઉપયોગ કરવાના નવા ખતરાની વચ્ચે નવા વર્ષે નવી રૂપરેખાવાળો સૈન્ય અભ્યાસ કરવાની બુધવારે જાહેરાત કરી હતી. સત્તાવાર સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ સંરક્ષણ મંત્રાલયની યોજના પ્રમુખ મેજર જનરલ યેગ ક્્યો-હુઇના હવાલાથી કÌšં કે, તાઇવાનના સશસ્ત્ર દળ નિયમિત રીતે આવા અભ્યાસ કરતું રહે છે પરંતુ આ વખતનો અભ્યાસ ચીનના સંભવિત હુમલા વિરુદ્ધ રક્ષણ કરવાના નવા યુદ્ધ કૌશલો પર આધારિત છે. ચીન આ સ્વ શાસિત દ્વિપ પર પોતાનો દાવો પહેલાથી કરતું આવ્યું છે. તાઇવાન ૧૯૪૯માં ગૃહ યુદ્ધના સમયે મુખ્ય ભૂભાગથી અલગ થઇ ગયું હતું.
ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગે બે જાન્યુઆરીએ તાઇવાનને આપેલા સંદેશમાં દળનો ઉપયોગ કરવાની ધમકી આપતા કહ્યું હતું કે, જો જરૂર પડશે તો તે બહારની તાકાતોનો મુકાબલો કરવા માટે આ અધિકારનો ઉપયોગ કરી શકે છે. જા કે, શીએ અમેરિકાનું નામ લીધું નહોતું, પરંતુ અમેરિકા તાઇવાનને હથિયારો પુરા પાડતો મુખ્ય દેશ છે અને તે તાઇવાન વિરુદ્ધ ખતરાઓનો જવાબ આપવા માટે કાયદાકીય રીતે બંધાયેલો છે.
અગાઉ પણ અમેરિકી સેનેટમાં તાઇવાન સાથે સંબંધો વધારવા માટે એક બિલ પસાર થયા બાદ ચીને અમેરિકા સમક્ષ સત્તાવાર રૂપથી પોતાનો વિરોધ નોંધાવતા નારાજગી પ્રગટ કરી હતી. અમેરિકા અને તાઇવાનની વચ્ચે તમામ સ્તરો પર યાત્રાને પ્રોત્સાહન આપવા માટે અમેરિકી સેનેટે તાઇવાન યાત્રા કાયદો પસાર કર્યો હતો. બિલમાં કહેવામાં આવ્યું હતું કે, અમેરિકાની આ નીતિ હોવી જાઇએ કે તાઇવાનના ઉચ્ચ સ્તરના અધિકારી અમેરિકા જાય, અમેરિકી અધિકારીઓને મળે અને દેશમાં વેપાર ધંધો કરે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY