યુએસ-ચીન ટ્રેડ વોરમાં રૂપિયાનો રકાસ, પ્રથમવાર ૭૧ના ઐતિસાહિક તળિયે

0
32

ન્યુ દિલ્હી,તા.૩૧
ડોલરના મુકાબલે રૂપિયામાં ભારે મોટો ઘટાડો નોંધાયો છે. આ સપ્તાહમાં ચોથા દિવસે પણ સતત આ પરિસ્થિતિ શેર માર્કેટમાં જાવા મળી છે. શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયા નીચે આવ્યો છે, અને તે ૭૦.૯૧ રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. આ રૂપિયામાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ઘટાડો નોંધાયેલો છે.
શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયાએ ૧૭ પૈસાના ઘટાડા સાથે વેપારની શરૂઆત કરી હતી. આ ઘટાડાને પગલે રૂપિયો ૭૧ પર પહોંચી ગયો છે. મહિનાના અંતમાં એક્સપોર્ટર્સ તરફથી ડોલરની ડિમાન્ડ વધવાને કારણે રૂપિયામાં આ ઘટાડો જાવા મળ્યો છે. આ ઉપરાંત આંતરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં ચાલુ રહેલ ઉથલ-પાથલે પણ રૂપિયાનો અસ્થિત કર્યો છે.
આ વર્ષની વાત કરીએ તો રૂપિયો અત્યાર સુધી ડોલરના મુકાબલે ૯.૯૦ ટકા નીચે પડ્યો છે. આમ, એશિયામાં રૂપિયો સૌથી નબળુ પ્રદર્શન કરનારી મુદ્રા બની ગઈ છે. ઓગસ્ટની વાત કરીએ તો તેમાં ૩.૩૦ ટકા ઘટાડો જાવા મળ્યો છે.
રૂપિયામાં ઘટાડો થવાની સીધી અસર પેટ્રોલ-ડીઝલની કિંમતો પર પડી રહી છે. હકીકતમાં તેલ કંપનીઓની લાગત વધવાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધ્યા છે. તેના પર ભારે ટેક્સે ઈંધનને રેકોર્ડ ઊંચાઈ પર પહોંચાડી દીધો છે.
ડબલ્યુટીઆઈ ૦.૫ ટકા વધીને બેરલે ૬૯.૬૪ ડોલર તો બ્રેન્ટ ક્રૂડ ૦.૬ ટકા વધીને ૭૭.૬૩ ડોલર મૂકાતું હતું. અમેરિકાના ઇન્વેન્ટરીના ડેટા ગત્ સપ્તાહમાં ધારણા કરતાં નીચા રહેતાં ક્રૂડમાં સુધારો જાવાયો હતો જે અન્ય કારણો જાડાતાં આગળ વધ્યો હતો.
ક્રૂડના ભાવ એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચવાની સાથે રૂપિયામાં થયેલા ધોવાણથી કરંટ એકાઉન્ટ ડેફિસિટ (કેડ) વણસવાની દહેશત વધી હતી. આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરની સ્થિતિનો ગભરાટ યથાવત રહેતાં તેની પણ અવળી અસર થઈ હતી. આમ રૂપિયા પર ચારે બાજુથી દબાણ રહ્યું છે. ફોરેકસ માર્કેટના સૂત્રોના કહેવા પ્રમાણે, મહિનાના અંતને કારણે આયાતકારોની માગની અસર ઓસરતાં આગામી દિવસોમાં ડોલર સામે રૂપિયો ઘટતો અટકીને સ્થિર થવાના પ્રયાસ કરશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY