પાકિસ્તાનની સામે આંતરિક અને બહારના ઘણા પડકારો : ઇમરાન

0
192

રાવલપિંડી,તા. ૩૧
પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાને ગુરૂવારના દિવસે પાકિસ્તાની સેનાના વડામથક ખાતે પહોંચીને સુરક્ષા પરિÂસ્થતી અંગે માહિતી મેળવી હતી. ઇમરાને કહ્યુ હતુ કે દેશની સામે અંદરથી અને બહારથી કેટલાક પડકારો રહેલા છે. ઇમરાને દેશ માટે સહકાર કરવા માટે પણ અપીલ કરી હતી. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઇમરાન ખાનની આ બેઠક ટોપના સેનાના અધિકારીઓ સાથે સાત કલાક સુધી ચાલી હતી. આ ગાળા દરમિયાન પાકિસ્તાની સેનાના વડા જનરલ બાજવાએ તેમને ખાતરી આપી હતી કે સેના કોઇ બીજી સરકારી સંસ્થાની જેમ જ કામ કરશે. કોઇ રીતે નાગરિક મામલામાં દરમિયાનગીરી કરશે નહી. આ પહેલા વડામથકે ચીફ ઓફ આર્મં સ્ટાફ જનરલ કમર જાવેદ બાજવાએ ઇમરાનની આગેવાની કરી હતી. સાથે સાથે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને અહીં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પાકિસ્તાની આર્મીની મિડિયા વિંગ, ન્ટિર સર્વિસેસ પÂબ્લક રિલેશનશીપ દ્વારા ટ્‌વીટ કરીને કહેવામાં આવ્યુ છે કે વડાપ્રધાનને ડિફેન્સ, આંતરિક સુરક્ષા અને બીજા મહત્વપૂર્ણ પાસા અંગે માહિતી આપવામાં આવી હતી. સુચના પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યુ છે કે આજે વડામથક ખાતેની યાત્રા શાનદાર રહી છે. વડાપ્રધાન અને કેબિનેટના સભ્યોને સેના પર ગર્વ છે. તમામ સંસ્થાઓ વચ્ચે નજીકના સંકલનની જરૂર વધુ દેખાઇ રહી છે. આ સંકલન મારફતે પાકિસ્તાનની સામે આવી રહેલા તમામ પડકારોને અમે પાર પાડીશુ. ઇમરાન સામે કેટલાક પડકારો હાલમાં રહેલા છે. પાકિસ્તાની સેનાની હંમેશા દરમિયાનગીરી પાકિસ્તાનના વહીવટીતંત્રમાં રહી છે પરંતુ નવી સરકાર સામે સેનાનું વર્તન કેવું રહે છે તે બાબત ખુબ મહત્વપૂર્ણ રહેશે. પાકિસ્તાની આર્મી ચીફે વડાપ્રધાનને ખાતરી આપી હતી કે, સેના દેશની આશાઓ ઉપર યોગ્ય ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સુરક્ષા માટે સંપૂર્ણ કટિદ્ધ છે. ઇમરાન ખાને પણ પણ જનરલ બાજવાને સશ† દળોની ક્ષમતાને જાળવી રાખવા માટે દરેક સંશાધનો ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY