યુએનમાં મસૂદને આતંકી ઘોષિત કરવા તમામ સભ્ય દેશોમાં સર્વસંમતિ નથીઃ ચીન

0
14

વોશિંગ્ટન,તા.૩૦
ચીને આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકવાદી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના ભારતના પ્રયાસોમાં સતત અવરોધ અંગે બચાવ કર્યો છે. તેણે કહ્યું છે કે આ મામલે પ્રત્યક્ષ રીતે ભારત અને પાકિસ્તાનની સાથે સુરક્ષા પરિષદના સભ્ય દેશોની વચ્ચે સર્વસંમતિ નથી.
મસૂદ અઝહર વર્ષ ૨૦૧૬માં કાશ્મીરના ઉરી સેક્ટરમાં સૈન્ય મથક પર હુમલા સહિત ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓનો આરોપી છે. ઉરી હુમલામાં ભારતના ૧૭ જવાનો શહીદ થયા હતા. સંયુક્ચ રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વીટોનો અધિકાર ધરાવતું સ્થાયી સભ્ય ચીન સુરક્ષા પરિષદની અલ-કાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત અઝહરને આતંકવાદી ઘોષિત કરવાના ભારતના પ્રયાસોમાં સતત અવરોધ સર્જી રહ્યું છે.
ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનું સમર્થન પ્રાપ્ત છે. ઉલ્લેખનીય છે કે જૈશ એ મોહમ્મદની સ્થાપના અઝહરે કરી હતી અને આ સંગઠનને અગાઉ જ સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની યાદીમાં રાખવામાં આવ્યું છે.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ અમેરિકન થિન્ક ટેન્ક કાઉન્સિલ ઓફ ફોરેન રિલેશન્સના એક કાર્યક્રમમાં એક સવાલના જવાબમાં કહ્યું હતું, ‘જા તમામ પક્ષ સર્વસંમત થાય તો અમે તેનું સમર્થન કરીશું પરંતુ જે દેશો આ મામલે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે તે ભારત અને પાકિસ્તાનમાં સંમતિ સાધવામાં આવતી નથી.’
ચીનના વિદેશ મંત્રીએ કહ્યું હતું, ‘નક્કર તથ્યો અને પુરાવા હોવા જાઈએ. જા નક્કર પુરાવા છે કોઈ તેને ખોટા ન કહી શકે. મને લાગતું નથી કે પાકિસ્તાન એવું કરશે.’

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY