મુંબઈ,તા.૩૦
કંગના રણોટ તેની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકા’માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના પાત્રમાં નજરે ચડશે. કંગનાએ તેના પાત્રને વાસ્તવિક બનાવવા માટે કઠોર મહેનત કરી છે. તાજેતરમાં કંગનાનો નવો વોરિયર ક્વીન લૂક જારી કરવામાં આવ્યો છે. આ નવા લૂકમાં ગણપતિની ભવ્ય મૂર્તિ સામે કંગના લાલ રંગના ટ્રેડિશનલ આઉટફિટ અને ભારે આભૂષણોથી સજેલી વાસ્તવિક રાણીના લુકમાં નજરે ચડે છે. કંગના પહેલીવાર એક યોદ્ધાની ભૂમિકામાં જોવા મળશે.
આ પાત્રને યોગ્ય ન્યાય આપવા માટે તેણે ઘોડેસવારી અને તલવારબાજીની ટ્રેનિંગ લીધેલી છે. ફિલ્મના તમામ સ્ટંટ સીન કંગનાએ જાતે કર્યા છે. આ ફિલ્મના કંગનાના ઘણા લૂક જાહેર થઇ ચૂક્યા છે હવે ફિલ્મના ટીઝરની રાહ જોવાઇ રહી છે. ફિલ્મનું ટીઝર બે આૅકટોબરે એટલે કે ગાંધી જયંતી નિમિત્તે રિલીઝ થશે. મણિકર્ણિકાનું દિગ્દર્શન નેશનલ ઍવોર્ડ વિજેતા દિગ્દર્શક કૃષ જગારલા મુંડીએ કર્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






