ન્યુ દિલ્હી,
તા.૯/૪/૨૦૧૮
આઈટીબીપીએ ગૃહ મંત્રાલયને સોંપેલા ગુપ્ત રિપોર્ટમાં ખુલાસો
ચીને ઉત્તરી પેંગોંગ સરોવરની પાસે ગાડીઓ દ્વારા ૨૮ ફેબ્રુઆરી, ૭ માર્ચ અને ૧૨ માર્ચ ૨૦૧૮ના રોજ ઘૂસણખોરી કરી હતી જેને આઈટીબીપીએ અસફળ બનાવી
અરુણાચલ પ્રદેશના અસફિલા વિસ્તારમાં ચીનના દાવા બાદ ઉભા થયેલા તણાવ વચ્ચે ચીનની ઘૂસણખોરીવાળી નીતિ પર મોટો ખુલાસો થયો છે. ગુપ્ત રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે, ચીની સૈનિક લદ્દાખમાં પેંગોંગ સરોવર પાસે ભારતીય સીમામાં ૬ કિલોમીટર સુધી અંદર ઘૂસી આવ્યા હતા. ભારતીય તિબેટ સીમા પોલીસ એ ગૃહ મંત્રાલયમાં સોંપેલી પોતાની એક રિપોર્ટમાં ચીની ઘૂસણખોરીની સમગ્ર માહિતી આપી છે.
ચીનના લદ્દાખ સેક્ટરમાં આ વર્ષે માર્ચ મહિનામાં સૌથી વધુ ઘૂસણખોરીના પ્રયાસો કર્યા છે. ચીને ગત મહિને ૨૦ વાર ભારત-ચીન સરહદ પર ઘૂસણખોરી કરી હતી. ITBPએ ગૃહ મંત્રાલયને જે પોતાની રિપોર્ટ સોંપી છે, તે મુજબ ચીને ઉત્તરી પેંગોંગ સરોવરની પાસે ગાડીઓ દ્વારા ૨૮ ફેબ્રુઆરી, ૭ માર્ચ અને ૧૨ માર્ચ ૨૦૧૮ના રોજ ઘૂસણખોરી કરી હતી. ચીનની આ ઘૂસણખોરીનો વિરોધ પણ નોંધાવ્યો હતો. પેંગોંગ સરોવર પાસે ૩ જગ્યા પર ચીની સેનાએ ઘૂસણખોરી કરી હતી. આ દરમિયાન ચીની સૈનિક ૬ કિલોમીટર સુધી અંદર ઘૂસી આવ્યા હતા.
પેંગોંગના આ વિસ્તારમાં ગત વર્ષે ઓગસ્ટમાં ચીની સૈનિકોએ ભારતીય સુરક્ષા દળો પર પત્થરમારો કર્યો હતો. સૂત્રો અનુસાર, આ વર્ષે પણ ચીની સૈનિકોએ પેંગોંગ સરોવરની પાસે ઉત્તરી પેંગોંગમાં ITBPની સાથે ચર્ચાકરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ITBPએ અસફળ બનાવ્યો હતો.
ગઈકાલે માહિતી મળી હતી કે, અરુણાચલ પ્રદેશની અસફિલા વિસ્તારમાં ભારતીય સેનાના પેટ્રોલિંગને લઈને ચીને આપત્તિ વ્યક્ત કરી હતી. સાથે જ ચીને આ વિસ્તારમાં એકવાર ફરીથી પોતાના દાવો કર્યો છે. ચીને ભારતીય સેનાના પેટ્રોલિંગને અતિક્રમણ ગણાવ્યું છે. ચીનનો દાવો છે કે, અસફિલા વિસ્તાર તેનો હિસ્સો છે. જાકે, ભારતીય સેનાએ ચીની સેનાના આ આરોપ અને આપત્તિઓને નકારી કાઢી હતી.
સૂત્રો મુજબ, ચીને આ મુદ્દાને ૧૫ માર્ચના રોજ બોર્ડર પર્સનલ મીટિંગમાં ઉઠાવ્યો હતો. જેને ભારતીય સેનાએ તરત નકારી કાઢ્યો હતો. આ બેઠક કિબિથુ વિસ્તારમાં ચીનની તરફ દઈમાઈ ચોકી પર થઈ હતી. ભારતીય સેનાએ આસફિલામાં ચીનના દાવાને નકારી કાઢ્યો હતો. ભારતે ક્હયું કે, અસફિલા અરુણાચલ પ્રદેશના સુબનસિરી વિસ્તારનો હિસ્સો છે અને ભારતીય સેના આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરતી આવી રહી છે.
અરૂણાચલ પ્રદેશમાં બોર્ડર પાસે વિવાદિત અસાફિલા વિસ્તારમાં ભારતીય સેનાની પેટ્રોલિંગ પર ચીને વાંધો ઉઠાવ્યો છે. સૂત્રોએ ન્યુઝ એજન્સીને જણાવ્યું, “૧૫ માર્ચના રોજ થયેલી બોર્ડર પર્સનલ મીટિંગમાં આ મામલો ચીને ભારતીય અધિકારીઓ સામે ઉઠાવ્યો હતો. જાકે, ભારતીય પક્ષે આ દાવાને રદિયો આપ્યો હતો.”
ભારતીય અધિકારીઓએ ચીન તરફથી ‘ઉલ્લંઘન’ શબ્દનો ઉપયોગ પર વિરોધ જાહેર કર્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"