સુરત,
સુરત શહેર માટે સુડા વિસ્તારમાં ૯૦ મીટર આઉટર રીંગ રોડનું અંદાજે રૂ.૬૦૬ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. આ રીંગ રોડને હાઇડેન્સીટી કોરિડોર તરીકે વિકાસ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા તથા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની ઉપસ્થતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરતના સુડા વિસ્તારમાં આ રીંગ રોડ ર૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે તેમજ તેના નિર્માણ હેતુ અર્બન રીંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી.ની રચના કરવામાં આવી છે. આ કંપની સમગ્ર રીંગ રોડ અને હાઇડેન્સીટી કોરિડોરના ર૬૬૯ હેકટરનો વિકાસ કરશે. આ રીંગ રોડના ખર્ચને પહોંચી વળવા નગર રચના યોજનામાં મળતી વેચાણપાત્ર જમીન તેમ જ વેચાણપાત્ર એફ.એસ.આઇ.માંથી નાણાં ઉપલબ્ધ થશે. આ સિવાય અન્ય નાણાકીય સંસ્થાઓમાંથી પણ નાણાં મેળવવામાં આવશે તેમ બેઠકમાં જણાવાયું હતું. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પૂરી, સુરત મહાપાલિકાના કમિશનર થેન્નારસન, કલેકટર મહેન્દ્ર પટેલ, સુડાના સી.ઇ.એ અને ચીફ ટાઉન પ્લાનર પણ ઉપÂસ્થત રહ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"