૩ કલાકની સફર માત્ર ૩૦ મિનિટમાં થશે ચીન-હોંગકોંગ વચ્ચે બનાવાયો વિશ્વનો સૌથી લાંબો દરિયાઈ પુલ : આજે ખૂલ્લો મૂકાશે

0
12

બીજિંગ,તા.૨૩
ચીનનાં જુહાઇ અને હોંગકોંગનાં મકાઉ શહેરને જાડતા વિશ્વનો સૌથી લાંબા સમુદ્રી પુલ ૨૪ ઓક્ટોબરનાં રોજ જાહેર જનતા માટે ખોલી દેવામાં આવશે. ૫૫ કિલોમીટર લાંબો આ પુલ પર્લ રિવર એસ્ચુરીનાં લિંગદિંગ્યાંગ જળ ક્ષેત્રમાં સ્થિત છે. ૨૦ અરબ ડોલર (આશરે ૧.૫ લાખ કરોડ રૂપિયા)ની આ યોજના પર ૨૦૦૯માં કામ શરૂ થયુ હતું.
પુલનાં નિર્માણમાં ચાર લાખ ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. જે ૬૦ એફિલ ટારવર્સ બનાવવા માટે પર્યાપ્ત હશે. ત્રણ તારની સીરિઝ આ પુલ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં પાણીની નીચે બનેલી ૬.૭ કિલોમીટર લાંબી સુરંગનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે જે બે કદૃત્રિમ દ્વીપને જાડે છે.
સમયની બચત- હોંગકોંગથી ચીનનાં શહેર જુહાઇ સુધીનો સફર પૂર્ણ કરવા ૩ કલાકનો સમય લાગતો હતો જે હવે માત્ર ૩૦ મિનિટમાં પહોંચી જવાશે.
આ પુલ હોંગકોંગ અને મકાઉ સહિત દક્ષિણ ચીનનાં ૧૧ શહેરને જાડે છે. જ્યાં ૬.૮ કરોડ લોકોનાં ઘર છે. સાથે જ આગામી ૧૨૦ વર્ષ સુધી આ પૂલનો ઉપયોગ કરી શકાશે. તેમજ કનેક્ટિવિટી વધવા અને સમય ઘટવાથી બિઝનેસમાં પણ વધારો થશે. હોંગકોંગથી ચીનનાં અન્ય ૧૧ શહેર સુધી પહોંચવા માટે પહેલાની સરખામણીએ ૬૦ ટકા સમયની બચત થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY