ગુરુગ્રામ,તા.૨૩
એડિશનલ સેશન જજ કૃષ્ણકાંત શર્માના પુત્ર ધ્રુવનું મોત થઈ ગયું છે. છેલ્લા ૧૦ દિવસથી મેદાંતા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. મંગળવારે વહેલી સવારે ચાર વાગ્યે ધ્રુવે અંતિમ શ્વાસ લીધા હતા. જજના સુરક્ષા ગાર્ડે ૧૩મી ઓક્ટોબરના રોજ તેમની પત્ની અને તેના પુત્રને ભરબજારમાં ગોળી મારી દીધી હતી. જજની પત્નીનું એક દિવસ બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ધ્રુવની હાલત ગંભીર હતી. સારવાર દરમિયાન ડોક્ટરોએ જજના પુત્રને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જજના પુત્ર ધ્રુવના શરીરના વિવિધ અંગોનું દાન કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ દર્દીઓમાં તેના અંગોનું પ્રત્યાર્પણ કરવામાં આવશે.
આ બનાવ ૧૩મી ઓક્ટોબરના રોજ બપોર પછી ૩ઃ૩૦ વાગ્યાની આસપાસ ગુરુગ્રામના સેક્ટર ૪૯માં આર્કેડિયા માર્કેટ પાસે બન્યો હતો. એડિશનલ સેશન્સ જજ કૃષ્ણકાંત શર્માના પત્ની અને તેમનો પુત્ર અહીં શોપિંગ માટે આવ્યાં હતાં. તેમની સાથે જજનો સુરક્ષા ગાર્ડ મહિલાપાસિંઘ હતો.
આ દરમિયાન જજના ગનમેને પહેલા તેમના પત્ની રીતુ પર ફાયરિંગ કર્યું હતું, બાદમાં તેના પુત્ર ધ્રુવ પર ગોળી ચલાવી હતી. બાદમાં ઘાયલ થઈને નીચે પડી ગયેલા તેના પુત્રને ઢસડીને કારમાં નાખવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, તે આવું કરવામાં અસમર્થ રહેતા બંનેને રસ્તા પર જ છોડીને કારમાં ફરાર થઈ ગયો હતો. આ આખો બનાવ અહીં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



