૯૬ નવી ચોકીઓ બનવાથી બોર્ડર પોસ્ટ્સ વચ્ચે અંતર ઘટી જશે ઃ જવાનો માટે કોઇ પણ પ્રકારના ઓપરેશન હાથ ધરવાની બાબત વધારે સરળ બનશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૮
એકબાજુ સંબંધોને વધારે મજબુત કરવાના ઇરાદા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસની ઐતિહાસિક અનૌપચારિક યાત્રાએ ચીનમાં છે અને ચીની પ્રમુખ સાથે ખુ જ સાનુકુળ વાતાવરણમાં વાતચીત કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ સરકાર સુરક્ષાના મામલે સાવધાનીપૂર્વક પણ આગળ વધી રહી છે. ચીન સાથે ડોકલામ વિવાદ બાદ સંબંધોને સામાન્ય કરવાના પ્રયાસ વચ્ચે સરહદ પર નવી ૯૬ ચોકીઓ સ્થાપિત કરવાનો મોદી સરકારે નિર્ણય કર્યો છે. સુરક્ષા પાસાને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે સરહદ પર સુરક્ષા તરફ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આના ભાગરૂપે મોદી સરકારે ભારત-ચીનની ૩૪૮૮ કિલોમીટર લાંબી સરહદ પર ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસની ૯૬ નવી ચોકીઓ બનાવવાનો નિર્ણય કર્યો છે. ૯૬ નવી ચોકીઓ બની ગયા બાદ બોર્ડર પોસ્ટ્સ વચ્ચે અંતર એકદમ ઘટી જશે. આના લીધે જવાનો માટે કોઇ પણ ઓપરેશન હાથ ધરવામાં વધારે સરળ રહેશે.ય ખાસ કરીને મોટા ભાગે બરફથી છવાયેલા રહેતા આ વિસ્તારમાં ચીનના આક્રમક વલણ અને તેની ઘુસણખોરીને રોકવામાં સફળતા મળશે. નવી ચોકીઓ બની ગયા બાદ સેનિકો માટે આ જટિલ વિસ્તારમાં પ્રવાસ સમયમાં પણ ઘટાડો થઇ જશે. એટલુ જ નહી બલ્કે ૧૨૦૦૦થી ૧૮૦૦૦ ફુટની ઉંચાઇ પર સ્થિત ચોકીઓ સુધી જરૂરી પુરવઠાને પહોંચાડી દેવામાં પણ સરળતા મળશે. ચીની સેનાની ગતિવિધી પર બાજ નજર રાખી શકાશે. ટોપના સુત્રોએ કહ્યુ છે કે કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા આ મામલે વિદેશ અનેસંરક્ષણ મંત્રાલયની સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ટુંક સમયમાં જ આ નવી ચોકીઓના નિર્માણને લીલીઝંડી આપવામાં આવી શકે છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યુ છે કે આ ભારતની આંતરિક સુરક્ષા સાથે જાડાયેલો મામલો છે. તેમણે કહ્યુ હતુ કે બોર્ડર પોસ્ટ્સ બનાવવાનો અર્થ એ નથી કે અમે ચીન સાથે તંગદીલીપૂર્ણ સંબંધ ઇચ્છીએ છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં સરહદ પર ચોકીઓ વધારી દેવાના મુદ્દે વાતચીત ચાલી રહી હતી. આખરે હવે વાતચીત પૂર્ણ થઇ છે. સાથે સાથે વધારે ચોકીઓ બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. આ એક રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે છે. આની સાથે જ હવે ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસની ભારત ચીન સરહદ પર કુલ ચોકીઓની સંખ્યા ૨૭૨ થઇ જશે. હજુ સુધી આ સરહદ પર ચોકીઓની સંખ્યા ૧૭૬ છે. અધિકારીઓએ કહ્યુ છે કે ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ તરફથી પોતાની નવ બીજી બટાલિયનને નવી ચોકીઓ પર તૈનાત કરવામાં આવી શકે છે. આ કામ આગામી થોડાક વર્ષોમાં પૂર્ણ કરી લેવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે સરકાર સરહદ પર ઇન્ફ્રાસ્ટકચરને મજબુત કરવામાં લાગેલી છે. ઉંચા પહાડી વિસ્તારોમાં તૈનાત રહેલા જવાનો સરહદની સુરક્ષા વધારે સરળ અને અસરકારક રીતે કામ કરે તે દિશામાં નવી નવી સુવિધા વિકસિત કરવામાં આવી રહી છે.
તમામ લોકો જાણે છે કે ડોકલામમાં ૭૨ દિવસ સુધી ભારત અને ચીનની સેના આમને સામને રહી હતી. જેના કારણે વિસ્ફોટક સ્થિતી રહી હતી. જા કે આખરે વિવાદનો ઉકેલ આવી ગયો હતો અને ખતરો ટળી ગયો હતો. ચીન દ્વારા અવિરત રીતે સરહદ પર દુસાહસ કરવામાં આવે છે. તેમની ગતિવિધીની વારંવાર નોંધ લેવામાં આવે છે. બન્ને દેશો વચ્ચે સરહદ પર ખેંચતાણના અહેવાલ વચ્ચે હવે ભારતે સંબંધોને એકબાજુ સામાન્ય બનાવવાની શરૂઆત કરી છે ત્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન પહોંચ્યા છે. જ્યાં તેઓ ચીની પ્રમુખ સાથે વાતચીત કરી રહ્યા છે. આઈટીબીપી નવી આઉટ પોસ્ટ માટે ૯૦૦૦ જવાનો સાથે નવ વધુ બટાલિયનો ઉભી કરશે. આગામી થોડાક વર્ષોમાં આ નવી આઉટ પોસ્ટ બનાવી દેવામાં આવશે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે તેના દ્વારા ૫૪ ટેમ્પરેચર કંટ્રોલ ઈન્ટેગ્રેટેડ બીઓપી માટે આઈટીબીપીને મંજુરી આપી દીધી છે. આઈટીબીપી ચોકીઓમાં ઘણી ચોકીઓ એવી છે કે જ્યાં તાપમાન અનેક વખત માઈનસ ૪૦ સુધી પહોંચી જાય છે પરંતુ હવે આ ચોકી પર તાપમાનને કાબુમાં રાખી શકાશે. લદ્દાખમાં પ્રથમ ટેમ્પરેચર કંટ્રોલ ઈન્ટેગ્રેટેડ બીઓપીનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં જ આને અમલી કરી દેવામાં આવશે. ગૃહમંત્રી રાજનાથસિંહે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે અરૂણાચલ, ઉત્તરાખંડ અને હિમાચલમાં ૨૫ બોર્ડર રોડનું નિર્માણ કરવામાં આવશે. ખાસ લાઈટ વેટ વિન્ટર વ†ો પણ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત બરફમાં રહી શકાય તે માટે પણ સાધનો ગોઠવવામાં આવશે. ૯૦૦૦ ફૂટની ઉંચાઈએ સ્થિત ઉંચાણવાળા વિસ્તારમાં સૈનિકો ગોઠવવામાં આવી રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સરકારે આઈટીબીપીને બે એન્જિનવાળા હેલિકોપ્ટરોને પણ મંજુરી આપી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"