ચીની કંપનીઓ પર લાગ્યો ઓઝોનને હાનિ પહોંચાડવાનો આરોપ

0
56

બીજિંગ,તા.૧૦
એન્વાયર્મેન્ટલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ચીનના કારખાના ઓઝોનને નુકસાન પહોંચાડતા ક્લોરોફ્લોરોકાર્બન્સ (સીએફસી)નો ગેરકાયદે ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
તેણે દાવો કર્યો હતો કે ચીનના ૧૦ પ્રાંતના ૧૮ કારખાના પ્રતિબંધિત ક્લોરોફ્લોરોકાર્બન્સનો ઉપયોગ કરે છે.
એન્વાયર્મેન્ટલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના સંશોધનકારો ગ્રાહક બનીને ક્લોરોફ્લોરોકાર્બન્સના ઉત્પાદકો અને વ્યાપારીઓને મળ્યા હતા.
ચીનમાંના ક્લોરોફ્લોરોકાર્બન્સના ઉત્પાદકો અને વ્યાપારીઓએ કબૂલ કર્યું હતું કે ચીનની ફામ બનાવતી કંપનીઓ બાંધકામના ક્ષેત્રમાં ઇન્સ્યુલેટર તરીકે ફામનો મોટો જથો પૂરો પાડે છે. તેઓ ક્લોરોફ્લોરોકાર્બન્સની સારી ગુણવત્તા અને ઓછી કિંમતને લીધે સીએફસી-૧૧નો ઉપયોગ કરે છે.
ક્લોરોફ્લોરોકાર્બન્સ પૃથ્વીને સૂર્યના હાનિકારક કિરણથી બચાવતા ઓઝોન વાયુના થરને નુકસાન પહોંચાડે છે. મોન્ટ્રોયલ ખાતે ૧૯૮૭માં થયેલા કરારમાં ક્લોરોફ્લોરોકાર્બન્સ પર વૈશ્ર્વિક સ્તરે પ્રતિબંધ મૂકતી જાગવાઇ છે. વિકસતા દેશોએ ૨૦૧૦માં ક્લોરોફ્લોરોકાર્બન્સના ઉત્પાદન પર સત્તાવાર પ્રતિબંધ મૂક્યો હતો.
ચીનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે અમે ૨૦૦૭માં ક્લોરોફ્લોરોકાર્બન્સનો ઉપયોગ બંધ કર્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયે એન્વાયર્મેન્ટલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ઉઠાવાયેલા મુદ્દાનો જવાબ નહોતો આપ્યો અને જણાવ્યું હતું કે સીએફસી-૧૧નું વાતાવારણમાં વધેલું પ્રમાણ વૈશ્ર્વિક ચિંતાનો વિષય છે. ચીન મોન્ટ્રીયલ કરાર પર સહી કરનારો એક દેશ છે અને તે પણ આ બાબતમાં ચિંતિત છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY