મુંબઈના શેર બ્રોકરની અનોખી માગણીઃ સડકો પાર કરવા માંગી પોલીસ સુરક્ષા

0
56

મુંબઈ,તા.૧૦
મુંબઈમાં સડકોની ખરાબ હાલત અને વરસાદમાં આવી સડકો મોતનો માર્ગ સાબિત થઈ રહી છે. ત્યારે એક સ્ટોક બ્રોકર ચિરાગ હરિયાએ અનોખું પગલું ઉઠાવ્યું છે. ચિરાગ હરિયા ડોમ્બિવલીથી કલ્યાણ કામ કરવા માટે જાય છે અને તેમણે આના માટે પોલીસની સુરક્ષાની માગણી કરી છે. હરિયાનો ઓફિસ જવાનો માર્ગ પર તાજેતરમાં એક બાળક અને એક મહિલાનું ખરાબ સડકને કારણે મોત નીપજ્યું હતું.
ચિરાગ હરિયાએ મહાત્મા ફૂલે સ્ટેશન ખાતે રવિવારે માગણી કરી હતી કે તેમને આ ખતરનાક રસ્તો પસાર કરવા પોલીસ સુરક્ષા આપવામાં આવે. ખરાબ રસ્તાને કારણે સુરક્ષાની માગણી પર પોલીસકર્મીઓ આશ્ચર્યચકિત છે અને તેમણે ચિરાગ હરિયાની અરજી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને મોકલી દીધી છે.
ત્યાંથી કોઈ જવાબ નહીં આવતા ચિરાગ હરિયાએ ટ્વિટ કરીને પોતાની માગણી રજૂ કરી છે. તેમણે કહ્યું છે કે મુસાફરી કરવા માટે સડકો બેહદ ખતરનાક થઈ ગઈ છે. માટે તેમણે પોલીસ સુરક્ષાની માગણી કરી છે. તેઓ સુરક્ષા માટે નામાં આપવા પણ તૈયાર છે. જ્યારે જળભરાવ થાય છે ત્યારે કોઈ સમજી શક્તું નથી કે ખાટા કેટલા ઉંડા છે અને તેવામાં દુર્ઘટના થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY