મુંબઈ,તા.૧૯
પુલવામા આંતકી હુમલાને ધ્યાનમાં રાખીને અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મ ‘લુકા છુપી’ અને દિલજીત દોસાંઝની ‘અર્જુન પટિયાલા’ પાકિસ્તાનમાં રિલીઝ થશે નહીં. ફિલ્મ નિર્માતા દિનેશ વિજાને એક નિવેદનના માધ્યમથી તેની જાહેરાત કરી કે, તેણે ફિલ્મોના પાકિસ્તાન વિતરક સાથે કરાર રદ્દ કરી દીધો છે અને હવે તેનું બેનર મૈડોક ફિલ્મ્સ લુકા છુપી, અર્જુન પટિયાલા અને મેડ ઇન ચાઇનાને પાકિસ્તાનમાં રિલીઝ થશે નહીં.
ટોટલ ધમાલના નિર્માતાઓએ એક દિવસ પહેલા કહ્યું હતું કે, તે પાકિસ્તાનમાં કોમેડી એન્ટરટેઇનમેન્ટ રિલીઝ કરશે નહીં. આ નિર્ણય જમ્મૂ તથા કાશ્મીરમાં પુલવામામાં થયેલા ભયાનક આતંકી હુમલા બાદ લેવામાં આવ્યો છે.
લુકા છુપી એક એવી દંપતિની કહાની છે, જા લિવ-ઇનમાં રેવાનો નિર્ણય કરે છે અને કઈ રીતે તેનો પરિવાર તેના વિચારો સાથે જોડાઈ છે. નવોદિત લક્ષ્મણ ઉતેકર દ્વારા માર્ગદર્શિત ફિલ્મ ૧ માર્ચે રિલીઝ થશે. રોહિત જુગરાજ દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ અર્જુન પટિયાલા ૩ મેએ રિલીઝ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




