ફિલ્મ પહેલા બનિતા સંધુ વરૂણને ઓળખતી ન હતી

0
102

મુંબઇ,
બોલિવુડમાં નવી નવી અભિનેત્રીઓ એન્ટ્રી કરી રહી છે. હવે બનિતા સંધુએ ફિલ્મમાં એન્ટ્રી કરી છે. તે અક્ટુબર નામની ફિલ્મમાં વરૂણ ધવનની સાથે ફિલ્મમાં દેખાઇ છે. શરૂઆતના દિવસોમાં આ ફિલ્મને સફળતા હાથ લાગી રહી છે. ક્રિટિક્સ દ્વારા પણ આ ફિલ્મની પસંદગી કરવામાં આવી રહી છે. જા કે બનિતાએ એમ કહીને તમામને ચોંકાવી દીધા છે કે તે ફિલ્મ પહેલા વરૂણ ધવન અને આલિયા ભટ્ટને ઓળખતી ન હતી. તેનુ કહેવુ છે કે તે બાળપણથી જ અભિનેત્રી બનવા માટે ઇચ્છુક હતી. ૧૩મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવેલી તેમની ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જા કે સારા રિવ્યુ બાદ પણ ફિલ્મને અપેક્ષા મુજબની સફળતા હાથ લાગી નથી. અક્ટુબર ફિલ્મની કેટલીક વિશેષતા રહેલી છે. આ ફિલ્મ સાથે છેલ્લા તબક્કાનુ શુટિંગ મનાલીમાં કરવામાં આવ્યુ હતુ. મનાલીમાં હવામાન પ્રતિકુળ હોવાના કારણે કેટલીક તકલીફ પડી રહી હતી. વરૂણ ધવનના સંબંધમાં સુજિત સરકારે કહ્યુ છે કે તે ખુબ કુશળ અને આશાસ્પદ સ્ટાર તરીકે છે. તે જુદી જુદી શેલીની ફિલ્મોમાં સફળ રીતે કામ કરી રહ્યો છે. યુવા પેઢીમાં લોકપ્રિય પણ થઇ રહ્યો છે. કલાકારો હમેંશા નવા નિર્દેશકો સાથે કામ કરતા રહે તે જરૂરી છે. આના કારણે વધારે પ્રમાણમાં અનુભવ મળે છે. નવી નવી પટકથા પડકારરૂપ હોય છે. આ ફિલ્મનુ શુટિંગ માત્ર ૩૮ દિવસમાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યુ હતુ. ફિલ્મમાં વરૂણ ધવનની સાથે નવી અભિનેત્રી બનિતા સંધુ છે . આ ફિલ્મની ખાસ બાબત એ છે કે શુટિંગને વહેલી તકે પૂર્ણ કરીને નવા રેકોર્ડ સર્જવામાં આવ્યા હતા. ફિલ્મનુ શુટિંગ દિલ્હી અને હિમાચલપ્રદેશમાં પૂર્ણ કરવામાં આવ્યુ હતુ. લવ સ્ટોરી આધારિત ફિલ્મનુ નિર્દેશન સુજિત સરકારે કર્યુ છે. આ ફિલ્મની પટકથા જુહી ચતુર્વેદી દ્વારા લખવામાં આવી છે. ૧૩મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે રજૂ કરવા આવેલી ફિલ્મને જાવા માટે ચાહકો રવિવારના વધારે પહોંચી શકે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY