ચંડીગઢ,તા.૧૮
પોતાના નિવેદના કારણે વિવાદમાં આવેલા કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ પહેલીવાર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા પાછળ કોણ જવાબદાર છે?. ૧૯૯૯માં કાંધાર વિમાન અપહરણ સમયે કોણે મસૂદ અઝહરને જેમાંથી મુક્ત કર્યો હતો. અમારી લડાઈ એવા લોકો સામે છે જેઓ આતંકવાદ મુદ્દે કોઈ સ્થાયી સમાધાન કરવામાં નિષ્ફળ ગયા છે.
સિદ્ધુએ કહ્યું કે, આ જે પણ હું મારા નિવેદન પર અડગ છું. દેશમાં આતંકવાદની એક હજાર ૭૦૦ જેટલી ઘટનાઓ બની છે. તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. મહત્વપૂર્ણ છે કે, નવજોતસિંહ સિદ્ધુના નિવેદન બાદ પંજાબ વિધાનસભામાં તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અકાલી દળે સિદ્ધુ પાસેથી રાજીનામાની માગ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



