કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડમાં ચોરોએ વોડકા કંપનીમાંથી ૩૦ હજાર લિટર પાણી ચોર્યુ..!!

0
7

ટોરેન્ટો,તા.૧૮
કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડમાં ચોરોએ એક વોડકા કંપનીમાંથી ૩૦ હજાર લીટર પાણી ચોરી લીધું. જાકે ચોરાયેલું પાણી કોઈ સાધારણ પાણી નથી પણ તે આઈસબર્ગનું પાણી હતું. શુદ્ધતાના લીધે આ પાણીનો ઉપયોગ મોંઘી વોડકા (દારૂ) અને કોસ્મેટિક પ્રોડક્ટ બનાવવામાં થાય છે. આઇસબર્ગ વોડકા કંપની મુજબ, ચોરાયેલા પાણીની કિંમત લગભગ ૮.૫ લાખ રૂપિયા હતી.
પોલીસને શંકા છે કે આ ઘટનાને એક દિવસમાં નહીં પણ અલગ-અલગ દિવસોમાં અંજામ અપાયો છે. સાથે જ તેમને પાણી અંગે સંપૂર્ણ જાણકારી હતી, કારણકે સામાન્ય લોકોને આઇસબર્ગ અને સામાન્ય પાણીમાં તફાવત ખબર નથી હોતો.
કંપનીના સીઈઓ ડેવિડે ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું આ કિસ્સામાં કોઈ અંદરની વ્યકિત મેલ હોઈ શકે છે, કારણકે એક આખી ટેન્ક માત્ર તે જ ખાલી કરી શકે છે જેને લોકના પાસવર્ડ ખબર હોય, કારણકે પાણીને સામાન્ય રીતે સિક્રેટ રીતે રાખવામાં આવે છે.
માયર્સે જણાવ્યું કે તેમણે પાણીનો ઇન્સ્યોરન્સ પણ લીધો હતો, પણ હેરાનગતિ એ છે કે આખા વર્ષમાં એક જ વાર દરિયામાં તરી રહેલા આઇસબર્ગને તોડીને પાણી કાઢી શકાય છે. કારણકે ઠંડીમાં આઇસબર્ગ સંપૂર્ણ રીતે કઠણ બની ગયા હોય છે અને તેમને તોડવા પણ મુશ્કેલ બની જાય છે. બની શકે કે ચોર દારૂ ચોરવા આવ્યા હોય અને તેમને ટેન્કર ચોરી વખતે ભ્રમ થઇ ગયો હોય. જાકે, હું તેમને જરૂરથી મળવા માંગીશ, કારણકે શું ખબર તેમને આઈસબર્ગના પાણીની સંપૂર્ણ જાણકારી હોય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY