સુરત, તા. ૧૭
પરવત પાટિયા ખાતે આવેલ મોડલ ટાઉનશિપ નજીક આદિનાથ જૈન દિગમ્બર મંદિરમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટકીને ભગવાનની મૂર્તિ ચોરી કરી નાસી ગયા હોવાની જાણ થતા જૈન સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.
લીંબાયત પોલીસ સૂત્રો દ્વારા મળતીમ ાહિતી મુજબ પરવત પાટિયા પાસે આવેલ આદિનાથ જૈન મંદિરમાં ૧૦ થી ૨૯ અોક્ટોબર સુધી ૨૪ સમવશરાણ કલ્પદ્ર મહામંડળ વિધાન કાર્યક્રમ ચાલી રહ્ના છે. આજે સવારે ભગવાનની મૂર્તિની પૂજા થવાની હતી. તે મૂર્તિ રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યોત સ્કરો ચોરી કરી ગયો છે. તસ્કરો અષ્ટધાતુની મૂર્તિ, ચાંદીનો છત્ર અને કળશની ચોરી કરી ફરાર થયો છે. આદિનાથ દિગમ્બર જૈન મંદિરમાં ચોરી થઈ હોવાની જાન થતા જ આજુબાજુના વિસ્તારમાં વસતા જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. મંદિરમાં આજે જે ભગવાનની મૂર્તિ થવાની હતી તે મૂર્તિ જ ચોરી થતા જૈન સમાજમાં ભારે રોષ જાવા મળ્યો હતો. જૈન સમાજના લોકો નજીકમાં આવેલ કેશવનગર પોલીસ ચોકી ખાતે ભેગા થઈને પોલીસ ચોકીનો ઘેરાવ કરીને તસ્કરને તાત્કાલિક ઝડપી પાડવાની માગ કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




