ચોટીલા માં આવાસ યોજના ના આવાસો નહિ સોપાતા લાભાર્થીઓ એ નારાજગી વ્યક્ત કરી ભૂખ હડતાલ પર જવાની આપી ચીમકી

0
85

ચોટીલા નગરપાલિકા માં આવાસ યોજના ના આવાસો નહિ સોપાતા લાભાર્થીઓ એ નારાજગી વ્યક્ત કરીને દરેક લાભાર્થી ભૂખહળતાલ કરશે તેવી ચીમકી પણ આપવા માં આવી હતી.


ગુજરાત સરકાર દ્વારા ગરીબો પોતાનું ઘર મળી રહે તેવા હેતુથી ઇન્દિરા આવાસ યોજના બનાવી ને દરેક ગરીબોને ઘરનું ઘર મળે તેવી યોજના ચોટીલા શહેરમાં ભીમગઢ રોડ પર 2014.15.માં 240 જેટલા આવાસો બનાવીને શહેરના ગરીબોને પોતાનું ઘર મળે મળી રહે તેવા હતું થી પાલિકા માં ફોર્મ વિતરણ તેમજ 5000 રૂપિયા ભરી ને ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા.ત્યારબાદ 240 જેટલા લાભાર્થીઓને ફોર્મ સરકાર દ્વારા મનજુર કરવામાં આવેલ.
2016 માં રાજ્યક્ષા ના મંત્રી શ્રી આત્મારામ પરમાર ના વરદ હસ્તે આ લાભર્થીઓને આવાસો સોંપવાની પ્રક્રિયા કરીને લોકપર્ણ કરવામાં આવ્યા નું જાણવા મળેલ છે
આવી રીતે આવાસો તૈયાર થઈ ગયેલા આવાસો ગમે તે કારણો અનુસાર હજુ સુધી લાભાર્થી ઓને સોંપવામાં આવ્યા નથી.
આ બાબતે તા.14.2.2018.ના રોજ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ચોટીલા દ્વારા સૌરાષ્ટ્ર ઝોન ના પ્રમુખ રણજીતભાઈ ધાંધલ તેમજ હ્યુમનરાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ચોટીલા ના મેમ્બરો અને હોદ્દેદારો દ્વારા ચોટીલા નગરપાલિકા માં એક આવેદનપત્ર પણ આપવામાં આવેલ હતું.આ આવેદનપત્ર આપ્યા બાદ કોઈ અન્ય કારણો સર હજુ સુધી આવશો લાભાર્થીઓને નહીં સોપાતા.હ્યુમનરાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ના પ્રમુખ તેમજ હોદેદારો સહિત ના 249 જેટલા લાભેર્થીઓ પાલિકા માં પ્રમુખ રવુંભાઈ તેમજ ચીફ ઓફિસર સાહેબ તથા ઉપપ્રમુખ હરેશભાઇ ને રૂબરૂ રજૂઆત કરી ને લાભાર્થીઓને ક્યારે આવસી સોંપવામાં આવશે તેવી માંગ પણ કરેલ હતી.અને આ સમય દરમ્યાન લાભાર્થીઓ એ નારાજગી વ્યક્ત કરી અને જો આ આવસો હવે અમોને નહિ સોંપવામાં આવે તો અમો ભૂખ હળતાલ પર જઈશું તેવી ચીમકી પણ આપવા માં આવી હતી.

આ અંગે નગરપાલિકા ના ઉપ પ્રમુખ હરેશભાઈએ જણાવ્યું હતું કે અમારા પાલિકા દ્વારા તમામ પ્રકારની આ બાબતે પરિપૂર્ણ કરેલ છે.અને કલેકટર એ પણ પોતાની પ્રક્રિયા આજરોજ પૂર્ણ કરી આપેલ છે.અને અમો બને તેટલી વધારે મહેનત કરી ઝડપથી આ આવાસો સોંપવાની પ્રક્રિયા હાથ ધરીશું અને અંક પણ આ લાભાર્થીઓ ને સાથે રાખી પ્રક્રિયા ઝડપથી પરિપૂર્ણ કરવા સખત મહેનત કરી આવસો સોંપી ને ગરીબો ને ન્યાય અપાવશું તેવી ખાત્રી પણ પાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખે આપી હતી.

રિપોર્ટર :દીપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬ / ૯૯૨૫૬ ૫૯૧૪૦ / ૭૦૧૬૧ ૭૦૮૪૪

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY