સાત કલાકની ઉંઘ પુરતી છે

0
49

અમેરિકામાં તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ સાત કલાકની ઊંઘ માણી રહ્યા છે તે વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ યોગ્ય પરિણામ મેળવી રહ્યા છે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સાત કલાકની ઊંઘ સારા પરિણામમાં મદદરૂપ થાય છે. ફેડરલ માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઓને નવ કલાક ઊંઘવાની ભલામણ કરવામાં આવી છે પરંતુ આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સાત કલાકની ઊંઘ વિદ્યાર્થીઓને સારા પરિણામ મેળવવામાં મદદરૂપ બને છે. અભ્યાસમાં સામેલ અધિકારી ઇરીક આઈડે કહ્યું છે કે અમે ઓછી ઊંઘ અંગે વાત કરી રહ્યા નથી પરંતુ ડેટા જણાવે છે કે સાત કલાકની ઊંઘ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે આદર્શ છે. સાત કલાકની ઊંઘ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા પરિણામમાં મદદરૂપ બની શકે છે. આઈડ અને બ્રિગહામ યગ યુનિવર્સિટીના ઇકોનોમીક પ્રોફેશર માર્ક સોવાલટર દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પરીક્ષાના ગાળામાં પણ આટલી ઊંઘ પુરતી રહે છે. આરોગ્ય અને શિક્ષણ ઉપર તેની અસરની ચર્ચા પણ કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે વર્તમાન ફેડરલ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી ઊંઘથી સંતુષ્ટ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓએ ઊંઘ લેવી જાઈએ. પરંતુ આ પ્રકારના તારણોથી તમામને આશ્ચર્ય થયું હતું. ૧૭૨૪ પ્રાઈમરી અને સેકેન્ડરી વિદ્યાર્થીઓના સેમ્પલ લીધા બાદ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું છે કે ઊંઘની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. ઊંઘની પરીક્ષામાં સ્કોર ઉપર અસરના કદ અંગે વાત કરવામાં આવી નથી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY