ચોટીલા તાલુકા ના બોરીયાનેશ ગામ ના પાટિયા પાસે દેશી દારૂ ઓટો રીક્ષા માં ભરેલ પકડી પાડતી બાંમણબોર પોલીસ

0
93

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ.

જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા ચોટીલા તાલુકાના બોરિયાનેસ ગામના પાટિયા પાસેથી હાઇવે રોડ ઉપરથી દેશી દારૂ લિટર 92 તથા ઓટો રિક્ષા સહિતના કુલ રૂ. 1,01,840/- ના મુદ્દામાલ સાથે 01 આરોપીને પકડી પાડી, ધરપકડ કરી, આરોપી વિરુદ્ધ પ્રોહિબિષણ ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર.બંસલ, હે.કો. માલાભાઈ, ગભરૂભાઇ, કનુભાઇ, મહેન્દ્રસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના બોરીયાનેસ ગામના પાટિયા પાસે હાઇવે રોડ ઉપરથી બાતમી આધારે આરોપી અરવિંદભાઈ હમીરભાઇ ડાભી જાતે ત.કોળી ઉવ. 22 રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગરને દેશી દારૂ લી. 92 કિંમત રૂ. 1,840/- CNG રિક્ષા નંબર GJ-03-AZ-6913 કિંમત રૂ. 1,00,000/- સહિતના કુલ રૂ. 1,01,840/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ બામણબોર પોલીસ સ્ટેશનના પો.કો. માલાભાઇ માત્રાભાઈ કલોત્રાએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.વધુ તપાસ બામણબોર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર ; દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY