મુંબઈ,તા.૬
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેની ફિલ્મ ‘સિમ્બા’ને લઇને ચર્ચામાં છે. સારાની ફિલ્મ ‘સિમ્બા’ વર્ષ ૨૦૧૮ની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ છે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ હતો. ફિલ્મની રીલિઝ બાદ એવી વાત સામે આવી હતી કે સારા અલી ખાને ટાઇગર શ્રોફ સાથે ‘બાગી ૩’ માટે એપ્રોચ કરવામાં આવ્યો છે. પરંતુ હવે તેણે ટાઇગર સાથે કામ કરવાની ના પાડી દીધી છે.
ઝુમના રિપોર્ટ પ્રમાણે, સારા અલી ખાને ટાઇગર શ્રોફ સાથે કામ કરવાની ના પાડી દીધી છે. તે આ નિર્ણય ફિલ્મમાં તેના રોલને જાતાં લીધો છે. કહેવાય છે કે, ફિલ્મમાં સારાનો રોલ નાનકડો જ હતો. જેના કારણે સારાએ આ ફિલ્મ ન કરવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ટાઇગરની ફિલ્મ ‘બાગી ૨’એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. સારા અલી ખાન આજકાલ ‘સિમ્બા’ની સક્સેસ એન્જાય કરી રહી છે. હવે જાવાનું રહ્યું કે, સારા આગામી કઇ ફિલ્મમાં જોવા મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



