મોદી પ્રત્યે નફરતના પરિણામે વિરોધી એક થયા : વડાપ્રધાન

0
197

નવી દિલ્હી, તા.૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, મોદી પ્રત્યે ઘૃણાને લઇને વિરોધ પક્ષો એક થઇ રહ્યા છે. વિરોધ પક્ષો એક થવા માટે અન્ય કોઇ કારણ નથી. તેમણે ઉમેર્યું હતું કે, તેમને દૂર કરવાના એકમાત્ર એજન્ડા સાથે વિરોધ પક્ષો ભેગા થઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન બનવા માટે તેમના હરીફો વચ્ચે જારદાર સ્પર્ધા ચાલી રહી છે. તેમના હરીફોની મોદીએ જારદાર ઝાટકણી કાઢી હતી. સ્વરાજ્ય મેગેઝિનને આપેલી મુલાકાતમાં મોદીએ આ મુજબની વાત કરી હતી. તેમણે અભિપ્રાય આપતા કહ્યું હતું કે, મહાગઠબંધન ટકવાની શક્યતા ખુબ જ નબળી છે. કારણ કે તેમાં અંધાધૂંધી વધારે જાવા મળી રહી છે. ગઠબંધન તરીકેની બાબતો દેખાઈ રહી નથી. કોંગ્રેસની ટિકા કરતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી હાલમાં અÂસ્તત્વની લડાઈ લડી રહી છે. સમગ્ર ધ્યાન વિપક્ષમાં સત્તા રાજનીતિ ઉપર કેન્દ્રિત છે. રાહુલ ગાંધી કહી રહ્યા છે તેઓ વડાપ્રધાન બનવા માટે તૈયાર છે. ટીએમસીના વડા મમતા બેનર્જી પણ ટોપ પોસ્ટ ઉપર નજર કેન્દ્રિત કરી ચુક્યા છે પરંતુ ડાબેરીઓ તેમને લઇને સમસ્યા ધરાવે છે. વડાપ્રધાને એવા દાવાઓને ફગાવી દીધા હતા કે એનડીએની અંદર તમામ બાબતો યોગ્યરીતે ચાલી રહી નથી. એનડીએ વિશ્વાસ સાથે આગળ વધે છે. ૨૦ રાજકીય પક્ષોની એક મોટી હેપ્પી ફેમિલીની જેમ એનડીએ કામ કરી રહી છે. મોદીએ પેટાચૂંટણીમાં અને ખાસ કરીને ઉત્તરપ્રદેશની હારને વધારે મહત્વ આપ્યું ન હતું અને કહ્યં હતું કે, ૧૯૯૮ની વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કેટલીક સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો કંગાળ દેખાવ રહ્યો હતો પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં બે તૃતિયાંશ બહુમતિ મેળવી હતી. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા Âસ્થતિના સંદર્ભમાં વડાપ્રધાને કહ્યું હતું કે તેમની સરકારનો હેતુ રાજ્યમાં વિકાસ, જવાબદારી અને ગુડગવર્નન્સ
માટેનો રહ્યો છે. સંબંધિત સાથે વાતચીત કરાશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, સરકારે ઘણા લોકો સાથે સંપર્ક કરી રહેલા એક વ્યÂક્તની નિમણૂંક કરેલી છે. આ બુદ્ધિજીવી આંતરિક વિસ્તારમાં જઇને લોકો સાથે વાત કરી રહ્યા છે. દેશમાં સુરક્ષા Âસ્થતિ અંગે માહિતી આપતા મોદીએ કહ્યું હતું કે, ૧૨૫ કરોડ ભારતીયોની શાંતિ અને સમૃદ્ધિ માટે સુરક્ષા દળો સાહસ સાથે કામ કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, માઓવાદીઓની હાલત કફોડી બનેલી છે. માઓવાદીગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા ૧૨૬થી ઘટીને ૪૪ થઇ ગઇ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY