આતંકવાદીઓ સમુદ્રનાં રસ્તે હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે : નૌસેના પ્રમુખ

0
13

ન્યુ દિલ્હી,તા.૫
ભારતમાં થયેલા આતંકી હુમલા અને જૈશનાં આતંકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ જાવા મળી રહી છે. ઘણા આતંકી હુમલાઓની જેમ પુલવામા આતંકી હુમલામાં પણ પાકિસ્તાનનાં જૈશ સંગઠનનાં હાથ બાદ સાબિત થઈ ગયું છે કે પાકિસ્તાન તેની જમીન પર જ આતંકવાદને પાળી રહ્યું છે. આ અંગે નૌસેનાનાં પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાએ પણ પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે ભારત એક દેશનાં આતંકવાદથી ગંભીર રીતે પીડિત છે. આ સાથે જ તેમણે દાવો પણ કર્યો છે કે આતંકવાદી હવે સમુદ્રનાં રસ્તે હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. આ અંગેની ટ્રેનિંગ પણ આતંકીઓને આપવામાં આવી રહી છે.
ભારતીય નૌસેનાનાં પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાએ કહ્યું કે, ભારત એક દેશ દ્વારા થઈ રહેલી આંતકવાદી પ્રવૃત્તિઓથી ગંભીરતાથી પીડિત છે. અમે ત્રણ સપ્તાહ પહેલાં જ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાનું ભયાનક રૂપ જાયું છે. તેમણે વધુમાં કહ્યું કે, પુલવામા હુમલો એવા આંતકીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેનું પાકિસ્તાનની સરકાર સમર્થન કરે છે. જે ભારતને અસ્થિર બનાવવાનાં સપના જાઈ રહ્યું છે.
સુનીલ લાંબાએ કહ્યું કે, ભારતે તાજેતરનાં વર્ષોમાં આતંકવાદનાં ઘણા રૂપો જાયા છે,અને દુનિયાનાં આ ભાગમાંથી કોઈક જ દેશો આતંકવાદનાં સંકજામાં આવવાથી બચી ગયા છે. હાલનાં સમયમાં આતંકવાદ જે પ્રકારે વૈશ્વિક થઈ ગયો છે, તેનાથી ખતરો વધી ગયો છે.
અમારી પાસે એવા પણ રિપોર્ટ છે જેમાં આતંકવાદીઓને જુદા જુદા પ્રકારે હુમલાઓ કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં સમુદ્રનાં રસ્તે હુમલો કરવાનો પ્રકાર પણ સામેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY