ભુજ, શુક્રવારઃ
ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષ-ઉમેદવારો તરફથી પ્રચાર કે અન્ય હેતુથી જાહેર રસ્તા પર મોટી સંખ્યામાં વાહનો એક સાથે ફરે તો લોકોમાં ભય પેદા થઇ શકે છે અને ટ્રાફિકને અડચણ ઉભી થઇ શકે છે. આમ, ચૂંટણીની આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ જિલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહને જાહેરનામુ પ્રસિદ્ધ કરી કોઇપણ ઉમેદવાર, રાજકીય પક્ષના કાર્યકર કે રાજકીય પક્ષના વ્યક્તિ કોન્વોય (કાફલા)માં એક સાથે દસથી વધુ વાહનો ફેરવી શકશે નહીં.
કોન્વોયમાં કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓને લઇ જવામાં આવતા હોય તો પણ એક સાથે દસથી વધુ વાહનો ફેરવી શકાશે નહીં. અને કોઇ વ્યક્તિને સુરક્ષા આપવામાં આવેલ હોય તેવા કિસ્સામાં સુરક્ષાના વાહનો સિવાય દસ વાહનો થી વધુ એક સાથે ફેરવી શકશે નહીં. આ જાહેરનામાનો અમલ તા. ૨૭-૫-૨૦૧૯ સુધી કરવાનો રહેશે.
કોઇ રાજકીય પક્ષ કે ઉમેદવાર અથવા આવા કોઇ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરાશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાપાત્ર થશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




