આજના આધુનિક યુગમા ચંદ્ર ઉપર જઈને ત્યાં ઘર બાંધીને રહેવાની સગવડ પણ કદાચ થોડા વર્ષોમાં થઇ જશે ત્યાં સુધી માનવીએ પ્રગતિ કરી લીધી છે પરંતુ દુનિયામાં કેટલાક લોકોને એક સમયનું ભોજન પણ નસીબમાં નથી હોતું તે આપણી મોટી કમનસીબી છે
રાજપીપળા : નાંદોદ તાલુકાના ભદામ ગામે કેટલા ઘરો એવા છે જ્યાં તેમનો કોઈ આધાર નથી તેમજ વૃદ્ધ મહિલાઓ જ ઘર ગ્રહસ્થી ચલાવે છે તેમની વધુ ઉંમરને કારણે તેઓ કામકાજ કરી શકતા ન હોવાથી અને ઘરમાં કોઈ આવક પણ ન હોવાથી તેઓને એક ટંકનું ભોજન પણ નસીબ થતું નથી ત્યારે આવા નિઃસહાય લોકો માટે ટાઇગર ગ્રુપ ભદામ ના કાર્યકર્તા દ્વારા એક ખાસ અભિયાન શરુ કરવામાં આવ્યું છે જેમાં આવા પરિવારને ઘઉં, ચોખા, તેલ અને અનાજ જેવી જરૂરી વસ્તુઓની કીટનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પાર પડ્યું હતું જેમાં ટાઇગર ગ્રુપ નર્મદાના અધ્યક્ષ પ્રેમભાઈ વસાવા એ ભદામ ગામના આ સેવા કાર્યમાં હાજરી આપી જણાવ્યું હતું કે ટાઇગર ગ્રુપ નર્મદા હંમેશા આવા સેવાકાર્ય કરવા તત્પર રહે છે જેમા કોઈ પણ તાલુકો કે કોઈ પણ ગામ હોય અને જ્યાં પણ જેને પણ મદદની જરૂર હશે તેની મદદે હંમેશા અમે ઉભા રહીશું .હવે તમામ એવા ગામોમા કાર્યકર્તા પ્રવાસ કરશે કે જ્યાં નિરાધાર ગરીબ લોકોને મદદની જરૂર છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




