સીટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં રંગોળીનું ભવ્ય પ્રદર્શન તા.૭-૮ અને ૯’મીએ પ્રદર્શન બંધ રહેશે

0
38

સુરત, તા.૫
સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટર ખાતે આવેલ આર્ટ ગેલેરીમાં રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. સદર પ્રદર્શનનું શહેરનાં અધ્યક્ષ, સ્થાયી સમિતિ અનિલભાઈ ગોપલાણીનાં વરદ હસ્તે કરવામાં આવેલ. પ્રદર્શનમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, વિવિધ સમિતિના ચેરમેનો, મ્યુ. સભ્યો, અધિકારી, કર્મચારીઅો, રંગોળી કલાકારો તેમજ શહેરના રંગોળી પ્રેમી નગરજનો હાજર રહ્ના હતા.
આ પ્રદર્શનમાં સુરતના સ્થાનિક ૬૨ રંગોળી કલાકારો દ્વારા વિવિધ માધ્યમો જેવા કે કરોઠી, જરી, રેતી, લાકડાનો વ્હેર વગેરેનાં ઉપયોગથી જુદા જુદા વિષયોને રજૂ કરતી ખૂબ જ સુંદર ૭૩ રંગોળીઅો તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં સુરત શહેરના સ્થાનિક કલાકારો જેમાં ૧૦ વર્ષ થી લઈને ૭૫ વર્ષના કલાકારો દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી છે. જેમાં ‘‘બેટી બચાવો, બેટી પઢાઅો’’, ‘‘સેવ ગર્લ ચાઈલ્ડ’’, ‘‘સ્ટોપ રેપ’’ જેવા સામાજિક સંદેશાઅોનો સમાવેશ કરવામાં આવેલ છે. તે ઉપરાંત નવનિર્મિત સ્ટેચ્યુ અોફ યુનિટી અને કેબલ સટેડ બ્રીજ વગેરેની સુંદર રંગોળીઅો પણ તૈયાર કરવામાં આવેલ છે. આ સાથે કાર્ટૂન, વ્યક્તિચિત્ર, કુદરતી દૃશ્ય, માયથોલોજીકલ પ્રસંગ તેમજ ટ્રેડીશનલ રંગોળીઅોનો પણ સમાવિષ્ટ છે.
સાયન્સ સેન્ટર સુરત સ્થિત આર્ટ ગેલેરી ખાતે સદર પ્રદર્શન જાહેર જનતા વિના મૂલ્યે નિહાળી શકાશે. આ પ્રદર્શન જાહેર જનતા તા.૪ થી ૬ નવેમ્બર, ૨૦૧૮ તથા તા.૧૦ થી ૧૮ નવેમ્બર ૨૦૧૮ના રોજ સવારે ૧૦.૦૦ થી રાત્રે ૮.૦૦ કલાક સુધી નિહાળી શકશે તથા તા.૭-૮ અને ૯ના રોજ દિવાળી દરમ્યાન પ્રદર્શન જાહેર જનતા માટે બંધ રહેશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY