ન્યુ દિલ્હી,તા.૩૦
જસ્ટિસ રંજન ગોગોઈ દેશના આગામી મુખ્ય ન્યાયાધિશ બની જશે તે લગભગ ફાઈનલ છે. ૨ ઓક્ટોબરે વર્તમાન મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા રિટાયર થઈ રહ્યા છે. પરંપરા મુજબ સુપ્રીમ કોર્ટના સૌથી સીનિયર જજને ચીફ જસ્ટિસ બનાવવામાં આવે છે, અને સીનિયોરિટી મામલે જસ્ટિસ દીપક મિશસ્રા બાદ જસ્ટિક ગોગોઈ સૌથી વધુ સીનિયર છે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ગોગોઈ સુપ્રીમ કોર્ટના એવા ચાર જજામાં સામેલ છે જેમણે ૧૨ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને સીજેઆઈના કામકાજ પર સવાલો ઉઠાવ્યા હતા.
રિપોર્ટ મુજબ પહેલેથી જ અંદાજા લગાવવામાં આવી રહ્યો હતો કે જસ્ટિસ ગોગોઈ આગામી ચીફ જસ્ટિસ બનશે. સૂત્રો મુજબ ગોગોઈના નામ પર ઔપચારિક મોહર લાગી ગઈ છે અને ૨ ઓક્ટોબરના રોજ તેઓ તરીકે શપથ ગ્રહણ કરશે. કાયદા મંત્રાલયના પ્રોટોકોલ અંતર્ગત જસ્ટિસ દીપક મિશ્રાને પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામણ કરવા કહેવામાં આવ્યું છે. જસ્ટિસ મિશ્રા ૨ સપ્ટેમ્બરે કાયદા મંત્રાલયને પોતાના ઉત્તરાધિકારીનું નામ મોકલી શકે છે.
સીનિયર વકીલ ઈન્દિરા જયસિંહે પણ દાવો કર્યો છે કે જસ્ટિસ ગોગોઈ જ દેશસના આગલા ચીફ જસ્ટિસ હશે. એમણે એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે બિન સત્તાવાર રીતે માલુમ પડ્યું છે કે સીજેઆઈ માટે ૨ સપ્ટેમ્બર સુધીમાં કેન્દ્ર સરકારને નામની ભલામણ મોકલી આપવામાં આવશે અને રંજન ગોગોઈ આગામી સીજેઆઈ હશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





