કોંગ્રેસનાં રાજમાં આંતકી હુમલો થયો અમે સરહદ પાર સર્જીકલ સ્ટ્રાઇક કરી
કોંગ્રેસની ચાર પેઢી પર ચાર વર્ષથી ચા વાળો ભારે પડી રહ્યો છે,રાજદરબારીઓને જનતા પાઠ શીખવશે, ૨૬/૧૧ વખતે કોંગ્રેસની હતી સરકાર
ભીલવાડા,તા.૨૬
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ભીલવાડામાં કહ્યું કે કોંગ્રેસ જાતિવાદી પાર્ટી છે, તેના નેતા મારી જાતિ પૂછે છે. મોદીએ સોમવારે અહીં કહ્યું, કોંગ્રેસ જાતિવાદને પ્રોત્સાહન આપે છે. તે પૂછે છે કે મોદીની જાતિ શું છે, જ્યારે દેશના પીએમ વિદેશ જાય છે ત્યારે સામેવાળાને તેમની એક જ જાતિ દેખાય છે અને તે છે સવા સો કરોડ હિંદુસ્તાની. કોંગ્રેસે કામ કર્યુ હોય તો હિસાબ આપે. તમે તો જાતિ કઈ છે, પિતા કોણ છે એ જ પૂછતા રહેશો. ભાજપના ઉમેદવારોના પક્ષમાં મત માંગવા ભીલવાડા પહોંચેલા મોદીએ ચૂંટણી રેલીમાં આ વાત કહી.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે માઓવાદી હંમેશા નિર્દોષોને મોતના ઘાટ ઉતારતા રહે છે. હાલમાં જ તેમના હુમલામાં નવયુવાન શહીદ થઈ ગયો. જે નક્સલીઓએ ભરતપુરના જવાનને પીઠ પર વાર કરીને મોતને ઘાટ ઉતાર્યો તે જ નક્સલીઓને કોંગ્રેસ નેતા ક્રાંતિકારી હોવાનું સર્ટિફિકેટ આપી રહ્યા છે.
મુંબઈમાં આતંકી હુમલા પર પીએમ મોદીએ કહ્યું, આજે ૨૬ નવેમ્બર છે, જ્યારે દિલ્લી રિમોટ કંટ્રોલથી ચાલતુ હતુ, જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી. ત્યારે ૨૬/૧૧ના રોજ મુંબઈમાં આતંકવાદીઓએ હુમલો કરીને આપણા દેશના લોકોને અને જવાનોને ગોળીઓથી મારી દીધા હતા. આજે તે આતંકવાદની ઘટનાને દસ વર્ષ થઈ ગયા. ૧૦ વર્ષ પહેલા ૨૬ નવેમ્બરે આતંકવાદની આટલી મોટી ઘટના બની. આખી દુનિયા હલી ગઈ હતી અને કોંગ્રેસ તેમાં ચૂંટણી જીતવાનો ખેલ ખેલી રહી હતી. મોદીએ કહ્યું, કોંગ્રેસ તે સમયે દેશ ભક્તિના પાઠ ભણાવતી હતી. બાદમાં તે જ કોંગ્રેસ સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવતી રહી. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે સર્જીકલ સ્ટ્રાઈકનો વીડિયો બતાવો. શું દેશની સેનાના જવાન જ્યારે મોતને મુઠ્ઠીમાં લઈને નીકળે તો હાથમા કેમેરો લઈને જશે. શું આજે આપણે આતંકવાદ સામે એવી લડાઈ લડી છે કે આજે આતંકવાદઓને કાશ્મીરની ધરતીથી બહાર નીકળવુ પણ મુશ્કેલ પડી રહ્યું છે, મોત સીધી દેખાઈ રહી છે. હિંદુસ્તાન ક્યારેય ૨૬/૧૧ને નહિ ભૂલે અને તેના ગુનેગારોને પણ.
રેલીમાં પહોંચેલા લોકોને ભારતીય જનતા પાર્ટીને ફરીથી સત્તામાં લાવવાની અપીલ કરતા પીએમ મોદીએ કહ્યું, માતાઓ-બહેનો મોદી મોદી કરે છે તો આનાથી કોંગ્રેસ પરેશાન છે. મોદી સોનાની ચમચી લઈને પેદા નથી થયા. તેમણે ગરીબ માને લાકડાના ચૂલા પર જમવાનું બનાવતા જાયા હતા. એટલા માટે તેમણે આવીને દેશના ૯૦ ટકા ઘરોમાં ગેસનો ચૂલો પહોંચાડી દીધો. ૨૦૧૪માં અમારા આવતા પહેલા ગામમાં શૌચાલયની સુવિધા ૪૦ ટકા પણ નહોતી અને ચાર વર્ષમાં મોદીએ આને ૪૦ ટકાથી ૯૫ ટકા કરી દીધી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






