ખાનગી ટ્રાવેલ્સની બસો સાથે હરીફાઇ કરી રહેલ એસટી તંત્ર હવે તેની ૪૦૦ કિલોમીટરથી વધુ લાંબા રૂટની રાત્રિની બસોને સ્લીપર કોચ બનાવવા જઇ રહ્યું છે. લાંબા રૂટની રાત્રી બસોનો મોટા ભાગનો બિઝનેસ હાલમાં ખાનગી ટ્રાવેલ્સ હસ્તક છે.
તમામ સગવડો અને નિયમિતપણે રાત્રે બેથી ત્રણ જુદા જુદા સમયગાળાએ રાત્રે ઉપડતી ખાનગી બસોની માફક એસટી પણ હવે આવક વધારવાના સ્રોત ઊભા કરશે. એસટીની રાત્રીની કેટલાક રૂટની બસોને સારો પ્રતિસાદ મળતાં આ નિર્ણય લેવાયો છે.
ખાનગી લક્ઝરી બસની સેવાને ધ્યાનમાં લઇ રાજ્યભરમાં દરેક રૂટ પર વધુ એસટી સ્લીપર કોચ ચાલુ કરવામાં આવે તેવો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે, જેથી હવે પછી ટૂંક સમયમાં જ ૪૦૦ કિલોમીટરથી વધુ લાંબો રૂટ ધરાવતી તમામ નાઇટ બસ સ્લીપર કોચ બનશે.
આ બસોમાં સીિટંગ અને સ્લીપર બંને સુવિધા ઉપલબ્ધ હશે, જેમાં સ્લીિપંગ સોફાનું ભાડું રૂ.૪૦૦ આસપાસ અને સીિટંગનું ભાડું અંદાજે રૂ.ર૬૬ આસપાસ રાખવામાં આવશે. આ રાત્રી બસોમાં કમ્ફર્ટેબલ સીટી અને પીએસ ફોર એન્જિન સહિતની તમામ આધુનિક સુવિધા હશે. હાલમાં તમામ રૂટ પર ચાલતી સીિટંગ રાત્રી બસોના સ્થાને નવી બસો મૂકીને મુસાફરોની સેવામાં વધારો કરવામાં આવશે.
હાલમાં રાજકોટથી શ્રીનાથજીની લોંગ રૂટની શરૂ થયેલી બસને સારો આવકાર મળી રહ્યો છે. તેથી અમદાવાદ-દીવ, અમરેલી, ગારીયાધાર, સાવરકુંડલા, સુરત, વલસાડ, વાપી, મુંબઇ, અંબાજી, જૂનાગઢ, સોમનાથ, રાજકોટ, દાહોદ, ભરૂચ, કચ્છ-ભૂજ, ડીસા સહિતની રાત્રીની બસોને સ્લીપર કોચ બનાવાશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"