સમય સાથે નહીં ચાલો તો પાછળ રહી જશો : સીએમ રૂપાણી

0
13

અમદાવાદ,તા.૩૦
ગુજરાતના મુખ્યપ્રધાન રુપાણીએ અમદાવાદમાં યંગ ગુજરાત ન્યુ ઈન્ડિયા અંતર્ગત રાજ્યના યુવા ઉદ્યોગ સાહસિકો સાથે રસપ્રદ વાર્તાલાપ-ઈન્ટરેક્શન કરીને તેમના નવા વિચારોને જાણવાનો અભિનવ ઉપક્રમ યોજ્યો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકો યંગ એન્ટરપ્રીનીયોર્સના સામર્થ્યને નિખાર આપવા વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટનો નવો વિચાર અમલમાં મૂકવાની નેમ વ્યક્ત કરી છે.
આ સંદર્ભે મુખ્યપ્રધાને જણાવ્યું કે પરંપરાગત બીબાઢાળ વ્યવસાયની સાથે હવે સમય સાથે ચાલીને નવી પ્રોડક્ટ અને નવા ઈનોવેશનથી ગુજરાતને વિશ્વન સ્પર્ધામાં અગ્રેસર બનાવવું છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે જા સમય સાથે નહીં ચાલીએ તો આપણે પાછળ રહી જઇશું.
આના પરિણામે રાજ્યની ઔદ્યોગિક વિકાસ યાત્રા સહિત સર્વગ્રાહી વિકાસને વેગ મળશે અને વાયબ્રન્ટ સમિટ સાથે નવી ઇકોનોમીને બૂસ્ટ મળશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. સરકારનું મન ખુલ્લું છે અને સુચારૂ સૂઝાવને આવકારીને યોગ્ય પ્રક્રિયા કરીશું.
મુખ્યપ્રધાને જણાવ્યું કે આ યુવાશકિત જ નવા વિચારો, નવા આવિષ્કારો સાથે નયા ભારત – ન્યુ ઈન્ડિયા માટે ‘યંગ ગુજરાત ન્યુ ઈન્ડિયાથી શેપિંગ એ ન્યુ ઈન્ડિયા’ ના ધ્યેય સાથે અવ્વલ રહે એવું આહવાન તેમણે કર્યું હતું. ટેકનોલોજી અપગ્રેડેશન અને ડીઝીટલ ઇકોનોમી તથા ઇન્ટેલીજન્સી સાથે જૂની પરંપરાઓનો સમન્વય સાધી પરિવર્તનની લહેર ચલાવવી જ પડશે એમ પણ મુખ્યપ્રધાન રુપાણીએ કહ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY