પૂણે,તા.૩૦
મહારાષ્ટ્રના પુણે સ્થિત થેરગાંવ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં દહેજની લાલચમાં સાસરી પક્ષે વિવાહિતા સાથે મારપીટ કરી. એટલું જ નહીં પરંતુ જયારે વિવાહિત મહિલાએ તલાક માંગ્યો ત્યારે તેને એચઆઇવી ઇન્જેક્શન આપી દીધું. આરોપીઓ દ્વારા એચઆઇવી વાયરસ વાળું ઇન્જેક્શન મહિલાને આપી દેવામાં આવ્યું. મળતી જાણકારી અનુસાર પીડિતા અનિતા વિશ્વકર્માએ આ મામલે પોતાની સાસરીપક્ષ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સંબંધિત ધારાઓમાં કેસ નોંધોને તપાસ શરુ કરી દીધી છે.
આપને જણાવી દઈએ કે પીડિતાના લગ્ન ત્રણ વર્ષ પહેલા ઉમેશ વિશ્વકર્મા સાથે થયા હતા. લગ્ન પછી જ સાસરી પક્ષના લોકો પીડિતા પર દહેજ માટે દબાણ કરી રહ્યા હતા. પીડીતાએ ઘણીવાર તેમની માંગો પુરી પણ કરી પરંતુ જયારે દબાણ ખુબ જ વધી ગયું ત્યારે તેને દહેજ આપવાથી ઇન્કાર કરી દીધો. ત્યારપછી સાસરી પક્ષવાળા એટલા ગુસ્સે થયા કે તેમને પીડિતાને માનસિક અને શારીરિક રૂપે પ્રતાડિત કરવાનું ચાલુ કરી દીધું.
જયારે પીડીતાએ બધાથી કંટાળીને તલાકની માંગણી કરી ત્યારે સાસરી પક્ષે તેને વધારે પરેશાન કરવાનું ચાલુ કરી દીધું. શારીરિક અને માનસિક રૂપે પ્રતાડિત કરવાને કારણે પીડિતા બીમાર રહેવા લાગી. બીમારીનો ફાયદો ઉઠાવીને આરોપી સાસરીપક્ષે પીડિતાને એચઆઇવી ઇન્જેક્શન આપી દીધું. પોલીસે આરોપી પતિ ઉમેશ વિશ્વકર્મા, સસુર રામાયણ વિશ્વકર્મા અને સાસુ પાર્વતી રામાયણ વિશ્વકર્મા સામે કેસ નોંધી લીધો છે. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




