લોકસભા ચૂંટણી પહેલાં સરકાર લાવશે નવી ઔદ્યોગિક નીતિ!!

0
13

ન્યુ દિલ્હી,તા.૩૦
લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરે તગડી સંભાવના છે. દેશમાં બેરોજગારીનો પ્રશ્ન છે, અને કોંગ્રેસે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મોદી સરકાર હવે દેશમાં રોજગારી વધે તે માટે વિદેશી રોકાણ આકર્ષી અને નાના તેમજ મધ્યમ ઉદ્યોગોને રક્ષણ પુરુ પાડીને નવી રોજગારીનું સર્જન થાય તે દિશામાં વિચારી રહી છે, આવા તમામ પાસાઓ નવી ઔદ્યોગિક નીતિમાં આવરી લેવામાં આવશે.મોદી સરકારે સાડા ચાર વર્ષોમાં આર્થિક મોરચા પર અનેક સુધારા કર્યા છે. પણ તે આર્થિક સુધારાને લઈને સમાજમાં અલગઅલગ અભિપ્રાય છે. સરકાર હાલમાં કોઈ મોટા આર્થિક સુધારા કરીને જાખમ લેવા માંગતી નથી, કે જેનાથી લોકોની નારાજગી વધે. કારણ કે આગામી ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. કેન્દ્ર સરકારને સૌથી મોટી ચિંતા એ છે કે ગત લોકસભાની ચૂંટણી વખતે કરેલા વાયદો પૂરા નથી કર્યા. જેમાં વાર્ષિક ૧ કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરવામાં આવી હતી. આથી હવે સરકાર પોતાનું ધ્યાન નાના અને મધ્યમ ઉદ્યોગો પર કેન્દ્રિત કરી રહી છે, જે રોજગારીનો મોટો સ્ત્રોત છે.
આગામી ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા ઘરેલુ ઉત્પાદનને વધારવા અને આર્થિક વિકાસને તેજ ગતિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ઔદ્યોગિક નીતિ ખૂબ જ ઝડપથી જાહેર કરનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે એક વર્ષમાં ૧૦ લાખ રોજગારીનું સર્જન કરવાનો વાયદો કર્યો હતો, જે વાયદો પૂરો કરવા માટે તેઓ કાર્યરત થયા છે. કોંગ્રેસે પણ દેશમાં વધતી જતી બેરોજગારીનો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે, અને સરકારની કાર્યશૈલીનો વિરોધ કર્યો છે. હવે મોદી સરકાર નવી ઔદ્યોગિક નીતિ લાવીને રોજગારી ઉભી કરવાનીદિશામાં ગંભીરપણે વિચારી રહી છે. નવી ઔદ્યોગિક નીતિથી દેશમાં ૧૦૦ અબજ ડાલરથી વધુના રોકાણના આકર્ષિત કરી શકશે અને ભારતની અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકી શકવાનો પ્રયાસ કરશે. સપ્ટેમ્બર કવાર્ટરમાં જીડીપી વિકાસ દર ઓછો રહેવાની ધારણા રખાઈ રહી છે. વળી બેંકોને લિક્વિડિટીની મુશ્કેલી છે, જેથી રાજ્યોની ચૂંટણી પહેલાં વેપારધંધાને નુકશાન થયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY