ન્યુ દિલ્હી,તા.૧૮
લોકસભાની આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસે બિહારમાં બ્રાહ્મણ નેતા મદન મોહન ઝાને રાજ્યના કોંગ્રેસ પ્રમુખ બનાવ્યા છે.કોંગ્રેસે બિહારના સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે.પ્રમુખની નિમણૂંકની સાથે સાથે ચાર કાર્યકારી અધ્યક્ષની પણ વરણી કરી છે. બિહારમાં ૮ ટકા બ્રાહ્મણ વોટર્સ છે. જે મોટા ભાગે ભાજપની વોટ બેંક મનાય છે ત્યારે કોંગ્રેસે તેમને પોતાની તરફ ખેંચવા માટે બ્રાહ્મણ કાર્ડનો ઉપયોગ કર્યો હોવાનુ મનાઈ રહ્યું છે.
એક તરફ ગઠબંધનના સાથી પક્ષ આરજેડી દ્વારા યાદવ, મુસ્લિમ, દલિત અને ઓબીસીને સાથે રાખવા માટે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ બ્રાહ્મણોને પોતાના પક્ષમાં રાખવા માંગે છે.
મદન મોહન ઝાના પિતા નાગેન્દ્ર ઝા બિહાર સરકારમાં મંત્રી રહીચુકવ્યા છે.જ્યારે મદન મોહન ઝાએ કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન દ્ગજીૈંંથી પોતાની કેરિયરની શરુઆત કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




