ભોપાલ,તા.૧
મધ્યપ્રદેશના એક દુકાનદારને ગ્રાહક પાસેથી દસ રુપિયાનો સિકકો લેવાની ના પાડવા બદલ કોર્ટે સજા ફટકારી છે.
સરકારે દસ રુપિયાનો સિક્કો ચલણમાં લાવ્યા બાદ કેટલીક વખત આ સિક્કો સ્વીકારવાનો ઈનકાર કરવાના બનાવો પણ બનતા હોય છે. જેની સામે આ ચુકાદો લાલ બત્તી છે.
મળતી વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં આકાશ નામના એક ગ્રાહકે દુકાનદાર અરુણ જૈન પાસેથી બે રુમાલ ઓક્ટોબર મહિનામાં ખરીદયા હતા.તેના બદલામાં તેણે ૧૦-૧૦ રુપિયાના બે કિસ્સા દુકાનદારને આપ્યા હતા. દુકાનદારે આ સિક્કા એમ કહીને પાછા આપી દીધા હતા કે આ સિક્કા ચલણમાં નથી.
ગ્રાહકે જણાવ્યું હતું કે કલેક્ટરનો આદેશ છે કે ૧૦ રુપિયાના સિક્કા લેવાનો કોઈ ઈનકાર કરે નહી. આમ છતા દુકાનદારે સિક્કા લેવાની ના પાડતા આકાશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. દુકાનદાર અરુણ જૈન સામે પોલીસે કેસ કરીને તેની ધરપકડ કરી હતી.
એ પછી આ કેસ કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે દુકાનદારને કોર્ટ ઉઠે ત્યાં સુધી કસ્ટડીમાં રાખવાની સજા ફટકારવાની સાથે સાથે ૨૦૦ રુપિયા દંડ કર્યો હતો
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




