સ્વસ્થ રહે ભારત..?,ભારતમાં ૧૧ હજાર માણસોએ માત્ર ૧ ડાક્ટર…!

0
9

ન્યુ દિલ્હી,તા.૧
એક અબજથી વધુ વસ્તી, ડાક્ટરની અછત અને બદલાતી જીવનશૈલી આ ત્રિકોણ અને તેનાથી જાડાયેલ પ્રદુષણ, ચોખ્ખા પાણીનો અભાવ જેવા પરિબળો જાતા દેશમાં કેન્સર, ડાયાબીટીસ અને બલ્ડ પ્રેશરના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ હેલ્થ ઇન્ટેલીજન્સના તાજેતરના રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૧૭ દરમિયાન સરકારના રાષ્ટ્રીય પરીક્ષણ કાર્યક્રમ હેઠળ તપાસમાં જાણવા મળ્યું કે ડાયાબીટીસ અને બલ્ડ પ્રેશરના દર્દીઓની સંખ્યા એક વર્ષમાં બે ગણી થઈ ગઈ છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન સરકારના રાષ્ટ્રીય પરીક્ષણ કાર્યક્રમ હેઠળ તપાસમાં જાણ્યું કે કેન્સરમાં ૩૬ ટકાનો વધારો જાવા મળ્યો છે.
રિપોર્ટ મુજબ, હાલમાં ડાક્ટરોની ખૂબ જ અછત છે અને દેશમાં ૧૧,૦૮૨ની વસ્તી પર માત્ર એક ડાક્ટર છે. ઉૐર્ં મુજબ ૧,૦૦૦ વ્યÂક્તિ પર ૧ ડાક્ટર હોવો જાઈએ. તે મુજબ આ આંકડો ૧૧ ગણો ઓછો છે. બિહાર જેવા રાજ્યોમાં તો આંકડો ૨૮,૩૯૧ લોકો પર ૧ ડાક્ટરનો છે. ઉત્તરપ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તિસગઢમાં પણ ખૂબ જ ખરાબ Âસ્થતિ છે.
ડાક્ટરોની અછત થવાને કારણે ચાલુચીલા ડાકટરોને લોકોના જીવન સાથે રમવાનો મોકો મળી જાય છે. આરોગ્ય ક્ષેત્રમાં ગ્રામીણ વિસ્તારની Âસ્થતિ ખરાબ છે અને આ વિસ્તારોમાં આવા ડાકટરોનું પ્રમાણ વધ્યું છે. ઉૐર્ંના ૨૦૧૬ના આંકડા મુજબ એલોપેથીક ડાક્ટરની પ્રેક્ટીસ કરનારમાંથી ત્રીજા ભાગનાં લોકો પાસે મેડીકલ ડીગ્રી નથી.
મેડીકલ કાઉÂન્સલ ઓફ ઇÂન્ડયા પાસે વર્ષ ૨૦૧૭ સુધી કુલ ૧૦.૪૧ લાખ ડાક્ટર રજિસ્ટર્ડ હતાં, જેમાંથી સરકારી હોÂસ્પટલોમાં ૧.૨ લાખ ડોક્ટર હતા. બાકીના ડાક્ટરની ખાનગી હોÂસ્પટલમાં પ્રેક્ટીસ ચાલુ છે.
ઉૐર્ંએ તેના એક રિપોર્ટમાં કÌšં હતું કે ભારતમાં સ્વાસ્થ્યમાં થનાર ખર્ચના ૬૭.૭૮ ટકા લોકોના ખિસ્સામાંથી જાય છે, જેમાં વૈશ્વિક સરેરાશ ૧૭.૩ ટકા છે. ભારતીયો પાસે જરૂરી સેવા પહોંચતી નથી જ્યારે સ્વાસ્થ્ય સેવાનો લાભ ઉઠાવનાર લોકો પોતાની આવકનો ૧૦ ટકા હિસ્સો ખર્ચે છે. ભારતમાં લગભગ ૨૩ કરોડ લોકોને ૨૦૦૭થી ૨૦૧૫ દરમિયાન પોતાની આવકનો ૧૦ ટકા હિસ્સો ખરચવો પડ્યો હતો. આ સંખ્યા બ્રિટેન, ફ્રાંસ અને જર્મનીની સંયુક્ત વસ્તી કરતાં વધુ છે. ભારતની તુલનામાં આ સંખ્યા શ્રીલંકામાં ૨.૯ ટકા, બ્રિટનમાં ૧.૬ ટકા, અમેરિકામાં ૪.૮ ટકા, અને ચીનમાં ૧૭.૭ ટકા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY