ધો.૭માં ભણતી વિદ્યાર્થીની પર કોલેજીયન યુવકે બે વાર દુષ્કર્મ આચર્યુ

0
289

ગુડગાંવ,તા.૩૧
ગુડગાંવનાં સેક્ટર-૮૪ સ્થિત એક પાશ સોસાયટીમાં સાતમાં ધોરણમાં ભણતી ૧૧ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના સામે આવી છે. પીડિતાએ જણાવ્યું કે ડરાવી-ધમકાવીને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કારીએ બળાત્કાર કર્યા બાદ બાળકીને ધમકી આપી હતી કે જા તે આ વાત કોઈને કહેશે તો તે તેને મારી નાખશે. બાળકી પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપી પણ એ જ સોસાયટીનો રહેવાસી છે. આરોપી યુવક એક પ્રાઈવેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છે.
પરિવાર દ્વારા ફરીયાદ કરાયા બાદ પોલીસે પાક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે જણાવ્યું કે, સેક્ટર-૮૪ની એક પાશ સોસાયટીમાં સાતમાં ધોરણમાં ભણતી ૧૧ વર્ષીય બાળકી પર તેમની જ સોસાયટીનાં એક યુવકે બળાત્કાર ગુજાર્યો છે. બાળકીનાં માતા-પિતા બન્ને બિઝનેસ કરે છે. ૧૭ ઓગસ્ટનાં રોજ જ્યારે બાળકીનાં માતા-પિતા બન્ને ઘરમાં નહતા, તે સમયે જ તે યુવક તેમનાં ઘરમાં આવ્યો હતો.
૧૭ ઓગસ્ટનાં રોજ યુવકે બાળકીને ડરાવી-ધમકાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ બાળકીએ ડરનાં માર્યા આ ઘટના અંગેની જાણ તેના માતા-પિતાને કરી ન હતી. જ્યારે યુવકને ખબર પડી કે બાળકીએ ખરેખર તેના માતા-પિતાને આ વાત નથી કરી તો ફરીથી આવું ખરાબ કામ કરવાની તેની હિંમત વધી ગઈ અને ૨૧ ઓગસ્ટે ફરી એક વાર તેણે પોતાની હવસ સંતોષવા માટે બાળકીને ચૂંથી કાઢી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY