ઉત્તરપ્રદેશમાં પત્રકારે હવે વાટ્‌સએપ ગ્રુપની નોંધણી ફરજિયાત કરાવવી પડશે

0
102

લખનઉ,તા.૩૧
ઉત્તર પ્રદેશની યોગી સરકારે મીડિયા પર લગામ લગાવવા માટે હવે વ્હોટ્‌સએપ ગ્રુપ પર અંકુશ લગાવવાનું શરૂ કરી દીધું છે. લલિતપુર જિલ્લા તંત્રએ એક અજીબોગરીબ ફરમાન જાહેર કરતા કહ્યું છે કે પત્રકારો નોંધણી વગર મીડિયા વ્હોટ્‌સએપ ગ્રુપનું સંચાલન નહીં કરી શકે. જિલ્લા તંત્રએ આદેશ જાહેર કરતા કહ્યું છે કે જિલ્લામાં પત્રકાર દરેક મીડિયા વ્હોટ્‌સએપ ગ્રુપને સૂચના વિભાગની સાથે નોંધણી કરાવે નહીં તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ ફરમાનને જિલ્લાધિકારી માનવેન્દ્ર સિંહ અને પોલીસ કેપ્ટન ડો. ઓપી સિંહે લિખિતમાં જાહેર કર્યું છે. આમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લાનો કોઇપણ પત્રકાર સૂચના વિભાગમાં નોંધણી કરાવ્યાં વગર મીડિયા વ્હોટ્‌સએપ ગ્રુપનું સંચાલન નહીં કરી શકે.
લેખિત આદેશ પ્રમાણે, ‘ગ્રુપ એડમિનને ગ્રુપમાં જાડાયેલ દરેક સભ્યોની જાણકારી આપવી પડશે. સાથે જ ગ્રુપ એડમિનને આધાર કાર્ડની કોપી, ફોટો અને અન્ય જાણકારીઓ આપવાની હશે. આ આદેશ દરેક મીડિયા સાથે જાડાયેલ વેબસાઇટ પર પણ લાગૂ થશે.’ તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ગ્રુપમાં આપત્તિજનક કે અપમાનિત કરનારી પોસ્ટને શેર કરવા માટે એડમિન જવાબદાર માનવામાં આવશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY