મુંબઈ,તા.૫
મોખરાના અભિનેતા વરુણ ધવને કહ્યુ હતું કે મને પણ ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરવાની ઇચ્છા જાગી છે. સેક્રેડ ગેમ્સ જેવી કોઇ દર્શકોને જકડી રાખતી કથા ધરાવતી સ્ટોરી હશે તો હું પણ વેબ સિરિઝ કરીશ.
નવાઝુદ્દીન સિદ્દીકી અને સૈફ અલી ખાનને રજૂ કરતી સેક્રેડ ગેમ્સ સિરિઝ જાયા પછી એણે કહ્યુ હતું કે લોકો સાચું કહે છે, હવે ડિજિટલ પ્લેટફોર્મજ મનોરંજનનું ભવિષ્ય છે. ડિજિટલ પ્લેટફોર્મ દુનિયાભરમાં વિસ્ફોટ કરી રહ્યુ છે.
એનાથી દૂર રહેનાર કલાકાર પાછળ રહી જવાનો છે. સારી સ્ટોરી અને સારું બેનર મળતું હોય તો દરેક કલાકારે વહેલા મોડા ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરવાનું છે.
હાલ વરુણની નોનગ્લેમરસ રોલ ધરાવતી યશ રાજની ફિલ્મ સુઇ ધાગા બોક્સ આૅફિસ પર ધીમી પણ મક્કમ ગતિએે સારી પ્રગતિ કરી રહી છે. એની આ વર્ષના આરંભે રજૂ થયેલી ફિલ્મ શૂજિત સરકારની ઓક્ટોબર પણ નોનગ્લેમરસ રોલ ધરાવતી ફિલ્મ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



