કોંગી નેતાઓ હંમેશા ચૂંટણી બાદ જ કોર્ટ સમક્ષ સુનાવણીની માંગ કરે છે આતંકીઓ માટે સુપ્રીમ કોર્ટ રાત્રે ખુલે છે, પરંતુ રામ મંદિર માટે ૧ મિનિટ નથીઃ ગિરિરાજ સિંહ

0
10

બેગૂસરાય,તા.૩૧
પોતાના નિવેદનો અંગે હંમેશાં ચર્ચામાં રહેતા ભાજપના નેતા ગિરિરાજ સિંહે ફરી એક વખત આવું જ એક વિવાદિત નિવેદન આપ્યું છે. બેગુસરાયમાં ગિરિરાજ સિંહે કોંગ્રેસ જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટને પણ મહેણું માર્યું હતું.
ગિરિરાજ સિંહે જણાવ્યું કે, હિન્દુઓના શ્રદ્ધાના કેન્દ્ર રામ મંદિર માટે કોર્ટ પાસે ૧ મિનિટનો સમય હોતો નથી, જ્યારે આ જ ભારતમાં આતંકવાદીઓ માટે કોર્ટ રાત્રે પણ ખુલે છે. શહેરી નકસલવાદીઓ માટે કોર્ટ તાત્કાલિક સુનાવણી હાથ ધરે છે, પરંતુ રામ મંદિર માટે કોર્ટ પાસે સમય નથી એ કમનસીબી છે.
સાથે જ કોંગ્રેસ પર નિશાન તાકતા ગિરિરાજ સિંહે જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓ હંમેશાં ચૂંટણી બાદ જ કોર્ટ સમક્ષ સુનાવણીની માગણી કરે છે. દેશમાં હંમેશાં ચૂંટણી ચાલતી રહે છે તો કોર્ટે સમગ્ર દેશમાં નીચેથી ઉપર સુધી એક જ સમયે ચૂંટણી કરાવવી જાઈએ. તેમણે જણાવ્યું કે, દેશના ભાગલા ધર્મના આધારે થયા હતા, પરંતુ ૭૧ વર્ષમાં કોર્ટ દ્વારા રામ મંદિરનો નિર્ણય લેવાયો નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY