રાકેશ અસ્થાના ભાજપના શાર્પ શૂટર છે : શિવસેના

0
13

મુંબઈ,તા.૩૧
શિવસેનાએ પોતાના મુખપત્ર સામના તંત્રીલેખ દ્વારા સીબીઆઈ વિવાદમાં ભાજપ પર નિશાન સાધ્યું છે. સામનાના તંત્રીલેખમાં સીબીઆઈના સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ભાજપના શાર્પ શૂટર ગણાવ્યા છે. મંગળવારે પ્રકાશિત સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત કેડરના એક અધિકારી રાકેશ અસ્થાના મોદી-શાહન અત્યંત વિશ્વાસુ છે. આમા કોઈ વાંધો નથી. પંરતુ અસ્થાનાની ઈમાનદારી સવાલોના ઘેરામાં છે.
તેઓ ભાજપના શાર્પ શૂટરની જેમ કામ કરી રહ્યા છે. શિવસેનાએ જ્યારે સીબીઆઈ, આરબીઆઈ અને ઈડીની પ્રતિષ્ઠા દાવ પર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતને પણ વખોડી છે. સામનાના તંત્રીલેખમાં દાવો કરવામાં આવ્યો છે કે એવું ખુલ્લેઆમ કહેવાઈ રહ્યું છે કે અસ્થાનાએ નીતિશ કુમારને બિહારમાં બદનામ સૃજન ગોટાળાથી બચાવ્યા હતા અને તે દબાણને કારણે નીતિશ કુમારને લાલુપ્રસાદ યાદવનો સાથ છોડવા માટે મજબૂર કરીને તેમને ભાજપના કેમ્પમાં ધકેલવામાં આવ્યા હતા.
સૃજન ગોટાળો લગભગ ૨૫૦૦ કરોડ રૂપિયાનો હતો અને નીતિશ કુમાર પર ત્યારે આરોપ લાગ્યો હતો. ભૂતકાળમાં ચારા ગોટાળામાં લાલુપ્રસાદ યાદવની ધરપકડ કરનારા પણ અસ્થાના હતા. શિવસેનાના મુખપત્રમાં યાદ કરાવવામાં આવ્યું હતું કે ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ અસ્થાનાને ગોધરા કેસમાં તપાસ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. બાદમાં અસ્થાનાએ આસારામ મામલાની પણ તપાસ કરી અને વિવાદાસ્પદ આસારામ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીનો નિર્ણય કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY