ન્યુ દિલ્હી,તા.૧૩
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની રાજકીય ગરમાગરમી વચ્ચે કોંગ્રેસ અને દ્ગઝ્રઁએ લોકસભાની ચૂંટણી માટે કમર કસી લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપીના અધ્યક્ષ શરદ પવારે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણી માટે વાટાઘાટો કરી છે. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું છે કે શરદ પવાર અને રાહુલ ગાંધી વચ્ચે બેઠક વહેંચણી મામલે ગુરુવારે દિલ્હી ખાતે વાતચીત થઈ છે. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જૂન ખડગે, અશોક ગહલોત અને એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ પણ હાજર હતા.
નવાબ મલિકે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં એનસીપીએ પચાસ ટકા બેઠક વહેંચણીનો પ્રસ્તાવ મુકિયો હતો. તેમણે કહ્યું છે કે બંને પક્ષો આ મામલે ટૂંક સમયમાં આખરી નિર્ણય કરવા માંગે છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ૨૬ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા અને તેમાથી બે ઉમેદવારને જ જીત પ્રાપ્ત થઈ હતી. જ્યારે એનસીપીના ૨૨ ઉમેદવારોમાંથી ચારનેજીત મળી હતી. મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકો છે. નવાબ મલિકે કહ્યું છે કે શુક્રવારે શરદ પવારે એનસીપીની કોર કમિટીમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સંદર્ભે વાટાઘાટો કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




