રાજકોટના બીઆરટીએસ ટ્રેક પર ટૂંક સમયમાં ઇલેક્ટ્રક બસો દોડશે

0
107

રાજકોટ,
તા.૨૩/૦૩/૨૦૧૮

રાજકોટના બીઆરટીએસ ટ્રેક પર ટૂંક સમયમાં પાંચ ઈલેક્ટ્રીક બસીસ પણ દોડતી શહેરીજનોને નજરે ચડશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડયા દ્વારા મ્યુનિ.તંત્રને પાંચ બસ ફાળવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડયાને એક પત્ર પાઠવી રાજકોટ મનપાને ઇલેકટ્રીક બસ ફાળવવા વિનંતી કરવામાં આવી હતી. જે અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલિટી ફંડ (ઝ્રજીઇ) હેઠળ મનપાને પાંચ બસ ફાળવવામાં આવી રહી છે.

કમિશ્નરે વધુમાં જણાવ્યું હતું કે, એક ઇલેકટ્રીક બસની કિંમત આશરે રૂ. ૬૫ લાખ જેવી થાય છે. બી.આર.ટી.એસ. ટ્રેક પર દોડનાર આ પાંચ ઈલેક્ટ્રીક બસ કાર્બન ઉત્સર્જન નહીં કરે. હાલ ટ્રાન્સપોર્ટેશનનું પ્રમાણ વધી રહ્યું છે. સ્વાભાવિકપણે જ વાહનોની સંખ્યા વધવાને કારણે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ક્રમશઃ વધે છે. મહાનગરપાલિકા દ્વારા પબ્લક ટ્રાન્સપોર્ટેશન માટે જે બસ દોડાવવામાં આવી રહી છે. તેનાથી કાર્બન ઉત્સર્જન ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી હોવાનું પણ અંતમાં તેમણે કહ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY