૨૪ વર્ષના યુવાને શરૂ કર્યું દુનિયાનું સૌથી મોટું દરિયાની સફાઇનું અભિયાન

0
16

વાશિંગ્ટન,તા.૧૦
દરિયામાં પ્લાસ્ટિક અને પ્રદુષણના ખતરાને ઓછો કરવા માટે દુનિયાભરમાં ઘણા પ્રયોગો ચલી રહ્યા છે. શનિવારે દરિયાને સાફ કરવા માટે અને પ્રદુષણ મુક્ત બનાવવા માટે વિશ્વનો સૌથી મોટો ‘ઓશન ક્લીનઅપ’ અભિયાન લાન્ચ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાનની શરૂઆત કરનારા છે મૂળ રીતે ડચ બોયાન સ્લાટ. સંસ્થાની શરૂઆત તેમણે ૧૮ વર્ષની ઉંમરથી કરી હતી.
બોયાન જણાવે છે કે, ૮ વર્ષ પહેલા જ્યારે તેઓ ૧૬ વર્ષના હતા ત્યારે તેમણે સમૂદ્ર માર્ગેથી ગ્રીસની યાત્રા કરી હતી. તેમણે કહ્યું, ગ્રીસ જવાના રસ્તામાં માછલીઓથી વધારે તો પ્લાસ્ટિક પાણીમાં નજર આવી રહ્યું હતું અને આ મારા માટે ખુબ જ દુખદ હતું. ગત ૮ વર્ષથી હું આ પર કામ કરી રહ્યો છું કે દરિયાથી વધુમાં વધુ કચરો કેવી રીતે બહાર નીકાળી શકાય.
બોયાન અને તેમની ટીમ ૮ વર્ષથી આ દિશામાં કામ કરી રહી છે, પરતું શનિવારે ૨૦૦૦ ફુટના યૂ આકારવાળા કલેક્શન સિસ્ટમમને લોન્ચ કરવામાં આવશે. આ દ્વારા કેલિફોર્નિયાથી લઇ હવાઇ સુધીના સમૂદ્ર શ્રેત્ર ૬૦૦,૦૦૦માથી કચારાને નીકાળીને પાણીને સાફ કરવું છે. બોયાનની ટીમનો હેતુ છે કે દર વર્ષે દરિયામાંથી ૫૦ ટન જેટલો કચરો નિકાળવામાં આવે. સાથે જ પ્લાસ્ટીક અને દરિયાથી નીકાળવામાં આવેલ કચરાને રિસાઇકલ કરવાની પણ યોજના છે.
૧૬ વર્ષની ઉંમરમાં બોયાને જે સપનું જાયુ હતુ આજે તેનાથી ઘણા લોકો જાડાઇ ગયા છે. હાલમાં તેમની સંસ્થામાં ૮૦ લોકો સ્વૈચ્છીક રીતે કામ કરી રહ્યા છે. બોયાન અને તેમની ટીમનું કહેવું છે કે, દરિયાને પ્રદુષણ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અને તેનાથી દરિયાઇ જીવોને સુરક્ષિત કરવા માટે અમે વધારેમાં વધારે લોકો સાથે કામ કરવા માંગીએ છીએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY