ઘરકંકાસના કારણે પત્નીએ કંટાળી પતિની હત્યા કરી નાંખી

0
10

સુરત,તા.૨૦
સુરતનાં કતારગામમાં ઘરકંકાસના કારણે પત્નીએ કંટાળી જઈ પતિની જ હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યારી પત્નીની ધરપકડ કરી ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
બનાવના પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામમાં આંબાતલાવડી વિસ્તારની સોનલપાર્ક સોસાયટીમાં રહેતા અશોક બાબુભાઈ પાનસુરિયાની તેની પત્ની શિલ્પાએ હત્યા કરી હોવાની વાતને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ આરંભી હતી. પતિ અશોક દારૂના નશામાં રહેતો અને બેકાર હોય અવારનવાર પત્ની શિલ્પા સાથે નજીવી બાબતે ઝઘડો કરતો હતો. કેટલીક વાર પતિ દ્વારા પત્નીની મારઝુડ પણ કરવામાં આવતી હતી. આ બધી બાબતોથી કંટાળી ગયેલી પત્ની શિલ્પાએઆખરે પતિની હત્યા કરી નાંખી હતી. બનાવની જાણ કતરગામ પોલીસને થતાં પોલીસે પતિની હત્યા કરવા બદલ હત્યારી શિલ્પાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY