સુરત સફાઈમાં બનાવશે વર્લ્ડ રૅકોર્ડ

0
200

આગામી દિવસોમાં સુરત ફરી એકવાર વર્લ્ડ રૅકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. સુરતના યુવાનો દ્વારા કાર્યરત સંસ્થા યુથ ફાઉન્ડેશન દ્વારા ‘જલ્દીકર’ નામનું એક મહાસફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન ગુજરાત સ્થાપના દિન 1 મેના રોજ કરવામાં આવ્યું છે. આ સંસ્થાનું કહેવું છે કે આ દિવસે 60 લાખ સુરતીઓ સફાઈ બાબતે વર્લ્ડ રૅકોર્ડ બનાવશે. યુથ ફાઉન્ડેશન દ્વારા સુરતના પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે આ સફાઈ અભિયાનના લોગો અને વીડિયો લોન્ચિંગના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને સફાઈ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કાનજીભાઈ ભાલાળા, સંજય રાવલ અને ડૉક્ટર સારિકા મહેતાના હસ્તે લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY