બનાવટી મતદારો, વીવીપેટ સાથે ચેડાં : કોંગ્રેસની અરજી સાંભળશે સુપ્રીમ કાર્ટ

0
13

ન્યુ દિલ્હી,તા.૨૪
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનારાં વીવીપેટ મશીનની તેમ જ મતદાર યાદીમાં બનાવટી મતદારોના નામની ચકાસણીની માગણી કરતી કાંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને સચીન પાઇલટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની ચકાસણી કરલા સુપ્રીમ કાર્ટે સહમતી દર્શાવી હતી.
સુપ્રીમ કાર્ટે આ મામલે મધ્ય પ્રદેશ તેમ જ રાજસ્થાનના ઇલેક્શન કમિશન અને ઈલેક્શન કમિશન આૅફ ઈન્ડિયા (ઇસીઆઇ)નો જવાબ માગ્યો હતો. ન્યાયાધીશ એ. કે. સિક્રી અને અશોક ભૂષણની બનેલી ખંડપીઠે આ મામલે નાટિસ પાઠવી એક અઠવાડિયાની અંદર પ્રતિક્રયા આપવાનું જણાવી અરજીની સુનાવણી માટે ૩૧ આૅગસ્ટ મુકરર કરી હતી.
કમલનાથ અને સચીન પાઇલટ વતી કાર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કાયદાનુસાર મતદારયાદી શબ્દ સ્વરૂપે પ્રગટ કરવાનો આદેશ આપવાની અને અંતિમ મતદારયાદી જાહેર કરતા અગાઉ તમામ ફરિયાદોને મામલે ઝડપી નિર્ણય લેવાનો આદેશ આપવાની માગણી કરી હતી. સિંઘવીએ કહ્યું હતું કે રાજસ્થાનમાં શબ્દ સ્વરૂપ ધરાવતી મતદારયાદીને પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ પ્રાઇવસીના ભંગ થતો હોવાની ભૂમિકાને આધારે મધ્ય પ્રદેશમાં મતદારયાદી શબ્દ સ્વરૂપે પ્રગટ કરવાની પરવાનગી આપવામાં નથી આવી રહી.
શબ્દ સ્વરૂપે મતદારયાદી બહાર પાડવી એ નિયમાનુસાર છે તો પછી પ્રાઇવસીનો ભંગ થવાનો પ્રશ્ર્‌ન ક્્યાંથી આવે છે?

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY