બારામુલામાં સેનાના એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરાયા

0
6

શ્રીનગર,તા.૧૩
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. હાલ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન ચાલી રÌšં છે.
ઉત્તર કાશ્મીરના બારામૂલ્લા જિલ્લામાં સોપોરના બ્રાથ કલાં ક્ષેત્રમાં બુધવારે સાંજે સુરક્ષા દળોને આતંકવાદીઓ મોજૂદ હોવાની બાતમી મળતા કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. સેના, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. વિસ્તારમાંથી બહાર જતાં તમામ માર્ગો સીલ કરી દેવામાં આવ્યાં અને તમામ ઘરોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.
જેવા સુરક્ષા દળોના જવાન આતંકવાદીઓ છુપાયા હતાં એ મકાન પાસે પહોંચ્યાં કે આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. મોડી રાત સુધી બંને તરફથી ફાયરિંગ ચાલ્યા બાદ અંધારાના કારણે સુરક્ષા દળોએ ઓપરેશન અટકાવવું પડ્યું. પરંતુ સવાર થતાં જ ફરી વખત બંને તરફથી ફાયરિંગ શરૂ થઇ ગયું જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. જ્યારે સુરક્ષા દળોને કોઇ હાનિ પહોંચી નથી.
ઉલ્લેખનીય છે કે કાશ્મીર ખીણમાં સુરક્ષા દળો સતત આતંકવાદ વિરોધી અભિયાન ચલાવી રહ્યાં છે. આ વર્ષે કાશ્મીરમાં ૨૩૪ આતંકવાદીઓનો સફાયો બોલાવવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY