કેજરીવાલનો પીએમ મોદી પર આરોપ, અધિકારીઓની હડતાલ માટે જવાબદાર

0
18

ન્યુ દિલ્હી,તા.૧૭
દિલ્હી વહીવટી તંત્રમાં કામ કરી રહેલા આઈએએસ અધિકારીઓની હડતાલને લઈને ઉપરાજ્યપાલના નિવાસસ્તાન પર ધરણા પર બેઠેલા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને નિશાને લીધા છે. કેજરીવાલે દિલ્હી સરકારમાં કામ કરી રહેલા આઈએએસ અધિકારીઓના હડતાલ પર જવા માટે વડાપ્રધાન મોદીને જવાબદાર ગણાવ્યા છે.
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટિવટ કર્યું છે કે જે વડાપ્રધાન કોઈપણ રાજ્યમાં અધિકારીઓની હડતાલ કરાવે અને ત્યાંનું કામકાજ ઠપ્પ કરાવે છે. શું આવા વડાપ્રધાનના હાથમાં દેશની લોકશાહી સુરક્ષિત છે? કેજરીવાલ દિલ્હીના આઈએએસ અધિકારીઓની હડતાલ સમાપ્ત કરાવવા માટે પોતાના કેબિનેટના પ્રધાનો સાથે ઉપરાજ્યપાલના કાર્યાલયમાં સાત દિવસથી ધરણા પર બેઠા છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY